વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 માર્ચ, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ઇન્ડિયાઝ ટેકડ: ચિપ્સ ફોર ડેવલપ્ડ ઇન્ડિયા’માં ભાગ લીધો. આ દરમિયાન તેઓએ લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર આપશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે વડાપ્રધાન દેશભરના યુવાનોને પણ સંબોધિત કરશે.
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR), ગુજરાત ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટીનું બાંધકામ; મોરીગાંવ, આસામ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધા; અને ગુજરાતના સાણંદ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધા માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્સ સ્થાપવા માટેની સુધારેલી યોજના હેઠળ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL) દ્વારા સ્થાપિત કરવામાં આવશે. કુલ રૂ. 91,000 કરોડના રોકાણ સાથે આ દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે.