વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પાંચમા નોરતે દેવી દુર્ગાને શ્રદ્ધાંજલિ તરીકે લખેલું તેમનું ‘ગરબા’ ગીત સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ ગરબો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યુ છે. આ સાથે જ તેમણે આ ગરબા ગીત ગાવા અને તેને મધુર પ્રસ્તુતિ આપવા બદલ ગાયક પૂર્વા મંત્રીનો આભાર માન્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેવી દુર્ગાને શ્રદ્ધાંજલિ તરીકે લખેલું તેમનું ‘ગરબા’ ગીત સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. પીએમ મોદીએ માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર લખ્યું, આ નવરાત્રિનો પવિત્ર સમય છે અને લોકો અલગ-અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. જેઓ માતા દુર્ગાની ભક્તિ સાથે જોડાયેલા છે. આદર અને આનંદની ભાવનામાં, અહીં ‘આવતી કળાય’ છે, એક ગરબા જે મેં તેમની શક્તિ અને કૃપાને શ્રદ્ધાંજલિ તરીકે લખ્યો છે. તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે.પીએમ મોદીએ ગાયિકા પૂર્વા મંત્રીનો આભાર માન્યો
જ્યારે પીએમ મોદીએ આ ગરબા ગીત ગાવા અને તેને મધુર પ્રસ્તુતિ આપવા માટે ગાયક પૂર્વ મંત્રીનો આભાર માન્યો, જેમની તેમણે પ્રતિભાશાળી ઉભરતી ગાયિકા તરીકે પ્રશંસા કરી.અગાઉ 3 ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રીના પ્રથમ દિવસે સાથી ભારતીયોને શુભેચ્છા પાઠવી હતી, દરેકને “શુભ” તહેવારની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદી નવરાત્રિના નવે નવ દિવસ ઉપવાસ રાખે છે.