પહેલા પતિનું ગળું દબાવ્યું, પછી મૃતદેહને 10 ડંખ મરાવ્યા:બોયફ્રેન્ડ સાથે મળીને ખૌફનાક કાવતરું રચ્યું

By: nationgujarat
18 Apr, 2025

મેરઠમાં ફરી એકવાર મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભની હત્યા જેવી ઘટના બની છે. અહીં પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને સૂતેલી હાલતમાં જ પતિનું ગળું દબાવી હત્યા કરી છે. પછી તેના મૃતદેહ પાસે સાપ મૂકી દીધો હતો. સાપે યુવાનને 10 વાર ડંખ માર્યા હતા.

ઘટના પછી પત્નીએ તેના બોયફ્રેન્ડને ત્યાંથી ભગાડી દીધો અને બીજા રૂમમાં સૂવા જતી રહી. સવારે જ્યારે પરિવારના સભ્યો ઊઠ્યા ત્યારે તેમણે જોયું કે યુવાનનું મૃત્યુ થઈ ગયું હતું. તેના હાથ નીચે એક જીવતો સાપ દબાયેલો હતો.

શરીર પર સાપના ડંખના નિશાન જોઈને પરિવારજનોને લાગ્યું કે યુવાનનું મૃત્યુ સાપના ડંખથી થયું છે. બુધવારે મોડી સાંજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, જેમાં ઘટસ્ફોટ થયો કે યુવકનું મૃત્યુ ગૂંગળામણને કારણે થયું.

આ પછી શંકાના આધારે પોલીસે પહેલા પત્નીને કસ્ટડીમાં લીધી. પૂછપરછ દરમિયાન તેણે તેના બોયફ્રેન્ડનું નામ જાહેર કર્યું. ત્યાર બાદ પોલીસે બંનેની કડક પૂછપરછ કરી અને તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો. આ મામલો મેરઠના બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારના અકબરપુર સાદાત ગામનો છે.

યુપીના મેરઠમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી. આ પછી તેણે બચવા માટે કાવતરું ઘડ્યું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચાર દિવસ પછી હત્યાનો ઘટસ્ફોટ થયો.

અકબરપુર સદાત ગામનો અમિત કશ્યપ ઉર્ફે મિક્કી (ઉં.વ.25) સાપના ડંખથી મૃત્યુ પામ્યો ન હતો. અમિતની હત્યા તેની પત્ની રવિતાએ તેના બોયફ્રેન્ડ અમરદીપ સાથે મળીને કરી હતી.

બંનેએ પહેલા તેનું ગળું દબાવીને હત્યા કરી અને પછી તેના પલંગ પર એક ઝેરી સાપ છોડી દીધો, જેથી સાપના ડંખથી તેનું મૃત્યુ થયું હોય એવું લાગે. બંનેએ તેનું ગળું દબાવીને હત્યા કરી હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે મૃત્યુ ગૂંગળામણને કારણે થયું હતું. આ પછી પોલીસે પત્નીની કડક પૂછપરછ કરી. બુધવારે મોડીરાત્રે બંને આરોપીએ કબૂલાત કરી કે તેમણે હત્યા કરી છે

મૃતદેહ નીચે જીવતો સાપ મૂકી દેવામાં આવ્યો હતો

રવિવારે સવારે અમિતનો મૃતદેહ તેના પલંગ પર પડેલો મળ્યો હતો. અમિતના મૃતદેહ પાસે એક જીવતો સાપ મૂકી દીધો હતો. અમિતના શરીર પર સાપના ડંખનાં 10 નિશાન હતાં. આ જોઈને પરિવારના સભ્યોને લાગ્યું કે અમિતનું મૃત્યુ સાપ કરડવાથી થયું છે.

પરિવારના સભ્યોએ સાપને કાઢવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ સાપ તેની જગ્યાએથી ખસ્યો નહીં. આ પછી પરિવારના સભ્યોએ મહમૂદપુર શીખેડાથી એક સપેરાને બોલાવ્યો. તેણે સાપને પકડી લીધો અને તેને પોતાની સાથે લઈ ગયો. ગ્રામજનો અને પરિવારના સભ્યો પાસેથી માહિતી મળ્યા બાદ પહોંચેલી પોલીસે તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગૂંગળામણને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું

બુધવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોલીસને ખબર પડી કે અમિતનું મૃત્યુ સાપના ડંખથી નહીં, પરંતુ ગૂંગળામણથી થયું હતું. આનાથી પોલીસને શંકા ગઈ કે ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે અને તેમણે તપાસ શરૂ કરી.

પોલીસે બુધવારે મોડીરાત્રે અમિતની પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરી. શરૂઆતમાં બંનેએ પોલીસને ગેરમાર્ગે દોર્યા. તપાસ બાદ પોલીસે માહિતી આપી કે રવિતા અને અમરદીપે અમિતની હત્યા કરી છે.


Related Posts

Load more