એશિયા કપ 2023ની 5મી મેચમાં ભારતે સોમવારે DLSની મદદથી નેપાળ પર 10 વિકેટે મોટી જીત નોંધાવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાને સુપર-4ની ટિકિટ પણ મળી ગઈ છે. જોકે, કેપ્ટન રોહિત શર્મા આ જીતથી બહુ ખુશ દેખાતો ન હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા નેપાળે 230 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી ત્યારે વરસાદે હાહાકાર મચાવ્યો હતો. ભારે વરસાદ બાદ મેચ ફરી શરૂ થઈ ત્યારે ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રોહિત શર્મા (74) અને શુભમન ગિલ (67)ની અણનમ અડધી સદીની મદદથી કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના આ સ્કોર હાંસલ કર્યો હતો. રોહિત શર્માએ આ ઇનિંગમાં 6 ફોર અને 5 ગગનચુંબી સિક્સર ફટકારી હતી. ભારતીય કેપ્ટનને તેની વિસ્ફોટક ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
નેપાળ સામેની મેચમાં ભારતીય ખિલાડીઓ બહુ ગાબડા માર્યા છે. 4 કેચ છોડયા છે. મીસી ફિલ્ડીગ કરી છે જો આવુ પ્રદર્શન કરશે તો વિશ્વકપમાં સારી ટીમ સામે કેવી રીતે જીત મેળવશે આ તો નેપાળ ની ટીમ હતી કે અનુભવ ઓછો હતો પણ ઓસ્ટ્રલીયા કે ન્યુઝિલેન્ડ જેવી ટીમનો ભારતને વિશ્વકપમાંથી બહાર કરી દે. કેટલી ખરાબ ફિલ્ડિંગ કકાલે ટીમે કરી છે કે ચાહકોતો એમ કહેતા જોવા મળ્યા કે આ કેચ તો ટાબરિયા પણ કરી લે ગલી ક્રિકેટના .
વર્લ્ડ કપની તૈયારીઓ પર કેપ્ટને કહ્યું, ‘જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમને ખબર હતી કે અમારી વર્લ્ડ કપની ટીમ કેવી હશે, એશિયા કપ અમને વધુ સારું ચિત્ર આપી શકશે નહીં કારણ કે તે માત્ર બે મેચ હતી. પરંતુ સદનસીબે અમને પ્રથમ મેચમાં બેટિંગ અને બોલિંગ કરવાનો મોકો મળ્યો, જેના કારણે તે અમારા માટે સંપૂર્ણ રમત બની ગઈ. હજુ ઘણું કામ કરવાનું બાકી છે. ઘણા ખેલાડીઓ ઈજામાંથી પાછા આવી રહ્યા છે અને તેમને આકારમાં પાછા આવવા માટે સમયની જરૂર છે.