Nepal Violence : નેપાળમાં ‘રાજાશાહી’ સ્થાપવા મુદ્દે અને હિન્દુ રાજ્યનો દરજ્જો આપવાની માંગ મુદ્દે ભારે બબાલ શરૂ થઈ ગઈ છે. કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ અને રાજાશાહીના સમર્થકો વચ્ચે હિંસક અથડાણ થઈ છે. અહીં લોકો પર રસ્તા પર ઉતરી આવ્યા છે. આ ઉપરાંત પથ્થમારો અને આંગ ચાંપવાના બનાવો પણ શરૂ થઈ ગયા છે. થોડા દિવસ પહેલા પણ નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર વીર વિક્રમ શાહની છબી સાથે વ્યાપક દેખાવો થયા હતા.
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી રાજાશાહીની માંગ તેજ થઈ ગઈ છે. ઘણા લોકો નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર જાહેર કરીને જ્ઞાનેન્દ્ર શાહને રાજગાદી પર બેસાડવાની માંગ કરી રહ્યા છે. એવામાં આજે નેપાળમાં ઠેર ઠેર હિંસા જોવા મળી. બેકાબૂ ભીડે અનેક ઈમારતો અને વાહનોને આગના હવાલે કરી દીધા. મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે. જે બાદ અનેક વિસ્તારોમાં કરફ્યુ લગાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે તથા સંવેદનશીલ વિસ્તારોમાં સેનાને પણ તહેનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે નેપાળમાં 2008માં સત્તાવાર રીતે રાજાશાહીનો અંત થયો હતો.
દેખાવકારોનો સુરક્ષા કર્મચારીઓનો પથ્થમારો
વાયરલ થયેલા વીડિયોમાં દેખાવકારો સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. તો બીજીતરફ પથ્થરબાજોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. જોકે અત્યાર સુધીમાં થયેલી હિંસક અથડામણોમાં કોઈને પણ મોતના કે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા નથી.