Lok Sabha Election 2024: ગુજરાતમાં ગઇકાલે લોકશાહીના મહાપર્વઉજવણી કરવામાં આવી એટલે કે રાજ્યની 25 બેઠકો પર મતદાન થયું, આ સિવાય એક સુરત બેઠક જે બિનહરીફ જાહેર થઈ ગઈ હતી. હવે ગઇકાલે થયેલા મતદાનના આંકડા વિશે વાત કરવામાં આવે તો 25 બેઠકો પર સરેરાશ મતદાન 59.51 થયું છે. જો આપણે પાછળના વર્ષના આંકડાની વાત કરવામાં આવે તો 2019 માં 64.11 ટકા મતદાન થયું હતું, એટલા માટે એવું કહી શકાય કે આ વર્ષે જનતા ક્યાંકને ક્યાંક નિરાશ દેખાઈ છે તેના કારણે એવું માની શકાય કે આ ટકાવારીના આંકડા ઓછા દેખાય રહ્યા છે.
1. ક્ષત્રિય સમાજનો વિરોધ
જો આંકડાની વાત કરવામાં આવે રાજ્યમાં સૌથી ઓછું મતદાન અમરેલીમાં જોવા મળ્યું હતું. ટકાવારીની વાત કરવામાં આવે તો 49.44 % થયું છે જે 2019 ની સરખામણી 7 ટકા જેવુ ઓછું છે, 2019 માં 56 % આસપાસ મતદાન થયું હતું.
ગુજરાતમાં બધી બેઠક પર ઓછા મતદાન વચ્ચે એકમાત્ર બેઠક એવી પણ છે જ્યાં 2019 ની સરખામણીથી પણ વધુ મતદાન થયું છે. આ બેઠક છે બનાસકાંઠા કે જ્યાં વર્ષ 2019 માં 65 ટકા મતદાન થયું હતું જે આ વખતે રેકોર્ડબ્રેક બનીને 68.44 ટકા નોંધાયું છે. મતદાન વધુ થવાથી ચોક્કસથી એવું અનુમાન લગાવી શકાય કે ભાજપની મુશ્કેલીમાં વધરો થઈ શકે છે. બનાસની બેન ગેનીબેન અને બનાસની દીકરી અને રેખા ચૌધરી વચ્ચે જંગ જામ્યો હતો. જે રીતે વધારે મતદાન થયું છે તે પ્રમાણે અને મતદાન વખતે સ્થાનિકોના ઉત્સાહને જોતાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ માટે આ બેઠક પર સારા પરિણામ જોવા મળી શકે છે.
મોટા ભાગે તો નીરસ મતદાનથી સત્તા પક્ષ કે વિપક્ષને કોઈ મોટો ફેરફાર થતો નથી પણ આ વખતે રાજ્યનું રાજકારણ ગરમાયું હતું, જેને જોતાં એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપની મુશ્કેલી વધી શકે છે. મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પણ એવો દાવો કર્યો હતો કે, ભાજપ સાત બેઠક ગુમાવશે. તો બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ભાજપના જે સામાન્ય મતદાર હશે તેને તો મતદાન કર્યું જ હશે તો સરકારને નીરસ મતદાનથી કોઈ ફરક પડતો નથી ઊલટાનું વિપક્ષને નુકશાન થઈ શકે છે. આ બે થિયેરી ચર્ચાઈ રહી છે હવે પરિણામના દિવસે જોવાનું રહ્યું કે અસલી બાજી કોણ મારશે.