નિર્જળા એકાદશીના વ્રત દરમિયાન ન કરવી આવી ભૂલ,

By: nationgujarat
17 Jun, 2024

નિર્જળા એકાદશીના દિવસે ઘરમાં ચોખા ન રાંધવા જોઈએ. આ દિવસે ચોખા રાંધવાથી આવનાર જન્મમાં કીડી-મંકોડાનો અવતાર મળે છે. આ દિવસે મીઠું (નમક) પણ ન ખાવું જોઈએ. સાથોસાથ દાળ, મૂળો, લસણ, ડુંગળી કોબીજ જેવા શાકભાજીનું પણ સેવન ન કરવું જોઈએ. આ એકાદશીના દિવસે ફળાહાર કરવો જોઈએ.નિર્જળા એકાદશીના દિવસે મન, કર્મ અને વચનથી બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જોઈએ. મનમાં કોઈના પ્રત્યે ખરાબ વિચારવું જોઈએ નહીં. એ ભલે આપણો શત્રુ જ કેમ ન હોય. આ દિવસે કુથલી કરવાથી માન-સમ્માનમાં ઘટાડો થઈ શકે છે. ઘણીવાર અપમાન સહન કરવાની પણ નોબત આવે છે. આ દિવસે ગુસ્સો કરવો જોઈએ નહીં. દરેક પ્રકારના વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ.કોઈપણ એકાદશીના દિવસે તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ નહીં. આ સિવાય તેનો સ્પર્શ પણ કરવો જોઈએ નહીં. કારણ કે આ દિવસે તુલસી માતાનો ઉપવાસ હોય છે.

નિર્જળા એકાદશીના દિવસે ઘરમાં કચરા-પોતા પણ ન કરવા જોઈએ. આવું કરવાથી ઘરમાં ફરતા સુક્ષ્મ જીવોને નુકસાન થાય છે. તેથી આ પાપકર્મથી પણ બચવું જોઈએ. આ દિવસે વાળ કપાવવા જોઈએ નહીં. આ એકાદશીના દિવસે લીંબુ, કેરી અથવા જાંબુના પાન ચાવીને કોગળા કરીને આંગળી વડે ગળું સાફ કરવું જોઈએ.એકાદશીની રાત્રે જાગરણ કરવું જોઈએ‌. જાગરણ દરમિયાન ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ. આ દિવસે પલંગ પર સૂવું જોઈએ નહીં. જમીન પર આરામ કરી શકાય છે.


Related Posts

Load more