ધ્રુવ જુરેલે એકલા હાથે મેચને પલટાવી નાંખી, ઇંગ્લેન્ડ સામે જબરદસ્ત ઇનિંગ રમી

By: nationgujarat
25 Feb, 2024

ભારતની આઠમી વિકેટ સાથે ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવ વચ્ચે 76 રનની મહત્વની ભાગીદારી પણ તૂટી ગઈ હતી. કુલદીપ 28 રન બનાવી જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો. તેમ છતાં ધુંઆધાર ઈનિગ્સ રમી છે.ધ્રુવ જુરેલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ ફિફ્ટી પૂરી કરી છે. તેણે પોતાની ફિફ્ટી પૂરી કરવા માટે 96 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 1 સિક્સ પણ ફટકારી હતી. જુરેલની કારકિર્દીની આ પહેલી અડધી સદી છે. જુરેલની અડધી સદી આ સિરીઝમાં બંને ટીમોના કોઈપણ વિકેટકીપર દ્વારા પ્રથમ અડધી સદી છે.

યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ભલે સદીથી ચૂકી ગયો હોય પરંતુ તેના ચાહકોના દિલમાં જરુર સ્થાન બનાવ્યું છે. ધ્રુવની ઈનિગ્સથી ભારતીય ટીમને સારી મદદ મળી છે.જ્યારે ધ્રુવ બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો તો ભારતીય ટીમ 5 વિકેટ પર 161 રન બનાવી 192 રનથી પાછળ હતી પરંતુ ધ્રુવે મુશ્કેલ પરિસ્થિતિઓમાં 149 બોલમાં 90 રન બનાવી ભારતને ઈંગ્લેન્ડના કુલ સ્કોરની નજીક પહોંચાડવામાં મદદ કરી હતી. આ ઈનિગ્સમાં ધ્રુવે 6 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી છે.

વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ ટેસ્ટમાં પ્રથમ બે ઈનિગ્સ બાદ ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે આવી ગયો છે.તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ બે ઇનિંગ્સમાં 136 રન બનાવ્યા છે.


Related Posts

Load more