Amaran Box Office Collection Day 8: આ દિવાળી પર બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાં રોહિત શેટ્ટીની મલ્ટી-સ્ટારર સિંઘમ અગેઈન અને કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે. પરંતુ આ બંને ફિલ્મોના એક દિવસ પહેલા એટલે કે 31મી ઑક્ટોબરના રોજ એક સાઉથ ઇન્ડિયન ફિલ્મ કોઈપણ વધારાના પ્રમોશન વગર રિલીઝ થઈ હતી. જેણે 8 દિવસમાં બજેટની કમાણી તો છોડો પણ 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
ફિલ્મે 8 દિવસમાં કર્યો ધમાકો
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર એ સાઉથની ફિલ્મ ‘અમરન’ છે, જેનું નિર્દેશન રાજકુમાર પેરિયાસામી અને નિર્માણ કમલ હાસનએ કર્યું છે. જ્યારે શિવકાર્તિકેયન અને સાઈ પલ્લવી લીડ રોલમાં છે. ફિલ્મે પહેલા દિવસે 21.4 કરોડની ઓપનિંગ કરી હતી. આ પછી બીજા દિવસે 19.15 કરોડ, ત્રીજા દિવસે કમાણી 21 કરોડ, ચોથા દિવસે 21.55 કરોડ, પાંચમા દિવસે 10.15 કરોડ, છઠ્ઠા દિવસે 9 કરોડ, સાતમા દિવસે 6.85 કરોડ અને આઠમા દિવસે 5.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ
ફિલ્મ ‘અમરન’ ભારતમાં 114.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે વિશ્વભરમાં આંકડો 186 કરોડ સુધી પહોંચી ગયો છે. બજેટની વાત કરીએ તો ‘અમરન’ 150 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી હતી.