દારૂપાર્ટી વિવાદ બાદ ધોરાજી પાલિકા પ્રમુખે 13 દિવસમાં આપી દીધું રાજીનામું, પાર્ટીનો હતો આદેશ

By: nationgujarat
19 Mar, 2025

Dhoraji Municipality President sangeeta barot Resign: ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે ફક્ત 13 જ દિવસમાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે. સંગીતા બારોટ પ્રમુખ બન્યા ત્યારથી જ વિવાદમાં હતાં. આ સિવાય તેમનો એક દારૂપાર્ટીનો વીડિયો પણ વાઈરલ થયો હતો. મળતી માહિતી મુજબ, પ્રદેશ સંગઠનના આદેશ બાદ તેમણે રાજીનામું આપ્યુું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સોનલ બારોટે જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું આપી દીધું છે. નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો તેમજ હુક્કો ફૂંકવાનો વીડિયો વાઈરલ થયો હતો. આ સિવાય મીડિયા સાથેની વાતચીતમાં તેમને રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તે વિશે પણ ખબર નહતી. સતત વિવાદમાં આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશ બાદ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં પદ છોડવા માટે અંગત પારિવારિક કારણ જવાબદાર હોવાનું જણાવાયું છે.

સંગીતા બારોટે કરી પુષ્ટિ

રાજીનામાં મુદ્દે સંગીતા બારોટે મીડિયાને કહ્યું કે, ‘મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કોઈનો કંઈ વાંક નથી. હું પક્ષ સાથે જોડાયેલી જ છું અને નગરપાલિકાનું કોઈપણ કામ હશે તો હું સાથે રહીને કામ કરીશ. મારા સમાજિક કામના કારણે મેં રાજીનામું આપ્યું છે. નગરપાલિકામાં મારી શક્તિ કરતાં વધુ કામ હોવાના કારણે મેં રાજીનામું આપ્યું છે. મને પક્ષ કે સંઘ દ્વારા કોઈ દબાણ કરવામાં નથી આવ્યું. પક્ષ અને સંઘ મારી સાથે જ છે.’

નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી કહી દીધાં

નોંધનીય છે કે, આજથી 13 દિવસ પહેલાં ધોરાજી નગરપાલિકાના સોનલ બારોટ નવા પ્રમુખ બન્યા હતાં. બાદમાં તેમની જીભ લપસી હતી અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધી દીધા હતાં. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. જોકે, જેવી જ જીભ લપસી કે આસપાસના લોકો દ્વારા સોનલ બારોટની ભૂલ સુધારી દીધઈ હતી. તેમ છતાં નગરપાલિકાના પ્રમુખ હોવા છતાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન વચ્ચેનો ભેદ ન ખબર હોવાના કારણે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.


Related Posts

Load more