સામાન્ય રીતે કામ નહીં તો વેતન નહીં.. ની વાત પ્રચલિત છે. જોકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં કામ વગર પણ પગાર મંત્રીને મળે છે. રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ આનું ઉત્તમ ઉદાહરણ છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે તેમના પુત્રોની ધરપકડ પણ થઈ ચૂકી છે. આ ઘટનાથી છેલ્લા અઢી ત્રણ મહિનાથી મંત્રી બચુ ખાબડ સચિવાલય તેમના કાર્યાલય કે કેબિનેટ બેઠકમાં પણ હાજરી આપતા નથી. તેમના જ વિભાગના સરકારી કાર્યક્રમમાંથી પણ તેઓની બાદબાકી કરવામાં આવી રહી છે. સરપંચ સંમેલનમાંથી પણ તેમનું નામ અને ફોટો બાકાત રખાયો. તેમના જ વિભાગના અધિકારીઓમા ચર્ચા શરૂ થઈ છે કે મંત્રીને કામ કરે કે ન કરે પણ પગાર મળે છે. મંત્રી તરીકેના લાભો પણ કામ કર્યા વગર મળે છે. એક ઉચ્ચ અધિકારીએ ચર્ચામાં ત્યાં સુધી કીધું કે કામ વગર મંત્રીને પગાર એ કોઈ નવી વાત નથી. રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીને પણ મંત્રી તરીકેના તમામ લાભો મળે છે. પુરુષોત્તમ સોલંકી પણ લાંબા સમયથી કેબિનેટ બેઠક કે તેમના કાર્યાલયમાં આવતા નથી.
જો કે સરકારે પણ હવે જે મંત્રી કામ ન કરે તેને પગાર કાપી લેવો જોઇએ જો સામાન્ય કર્મચારી રજા પર હોય છે તો કંપની તરતજ પગાર કાપી લે છે. પણ સરકારના મંત્રીઓને પણ આ નિયમ લાગુ પડવો જોઇએ આ અંગે તમારુ પણ મંતવ્ય કમેન્ટ કરી જણાવજો.