તાઇવાનમાં છેલ્લાં 25 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ, 7.5ની તીવ્રતા નોંધાઇ

By: nationgujarat
03 Apr, 2024

બુધવારે (3 એપ્રિલ)ના રોજ તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા જાપાન અને ફિલિપાઈન્સમાં પણ અનુભવાયા હતા. તાઈવાનના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ચાર લાકોના મોત થયા છે. 50 લોકો ઘાયલ થયા છે.

તાઈવાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, પૂર્વ તાઈવાનના હુલિએન શહેરમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ધરતીથી 34 કિલોમીટર નીચે હતું. ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, લેન્ડ સ્લાઈડ પણ થયું હતું. ઘણા આફ્ટરશોક્સ પણ આવ્યા છે. તેમાંથી સૌથી તેજ 6.5ની તીવ્રતાનો આફ્ટરશોક હતો.

ભૂકંપનું કેન્દ્ર પૂર્વ તાઈવાનના હુલિએન શહેરમાં હતું. તાઈવાનના સેન્ટ્રલ વેધર બ્યુરોના જણાવ્યા અનુસાર, 25 વર્ષમાં તાઈવાનમાં આવેલો આ સૌથી ખતરનાક ભૂકંપ છે. આ પહેલાં 1999માં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 2 હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં.

સૌથી પહેલા તાઇવાનમાં થયેલા નુકસાન પર નજર નાખો…

તાઈવાનમાં 10 હજાર ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ
તાઈવાનના મીડિયા અનુસાર, તાઈવાનમાં 10 હજારથી વધુ ઘરો વીજળી ગુલ થઈ છે. ભૂકંપના કારણે વાયરો અને પાવર પ્લાન્ટને નુકસાન થયું છે. વીજ પાવર સપ્લાય ફરીથી શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.

જાપાન-ફિલિપાઈન્સે સુનામીનું એલર્ટ હટાવી લીધું
ભૂકંપ બાદ તાઈવાન, જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જાપાનના હવામાન વિભાગે દરિયામાં 3 મીટર એટલે કે લગભગ 10 ફૂટ સુધીના મોજા ઉછળવાની શક્યતા જણાવી હતી. જો કે, જાપાન અને ફિલિપાઈન્સે હવે સુનામીનું એલર્ટ હટાવી લીધું છે.

હવે જાપાનમાં થયેલા નુકસાન પર નજર…

ડોક્ટરો દર્દીઓ સુધી પહોંચી શકતા નથી, મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા
જાપાનમાં આવેલા ભૂકંપમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ લોકોને સારવાર કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. તેનું કારણ એ છે કે ભૂકંપના કારણે મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે અને અસરગ્રસ્ત સ્થળોએ ડોક્ટરો પહોંચી શકતા નથી.


Related Posts

Load more