ડૉ. બાબા સાહેબની પ્રતિમાને ખંડીત કરવાનો મુદ્દો વકર્યો, સ્થાનિકો લોકો ખોખરા બંધ કરાવવા નીકળ્યા

By: nationgujarat
24 Dec, 2024

BR Ambedkar’s statue vandalised in Ahmedabad: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે (24મી ડિસેમ્બર) ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે.

સ્થાનિક લોકો ખોખરા વિસ્તારને બંધ કરાવવા માટે નીકળ્યા

ખોખરાની જયંતિ વકીલની ચાલીના લોકો ખોખરા વિસ્તારને બંધ કરાવવા માટે નીકળ્યા છે. ખોખરા સર્કલ, હાઉસિંગ વિસ્તાર અને બાલભવન થઈ અને સમગ્ર વિસ્તારને બંધ કરાવવા માટે તેઓ દ્વારા તમામ દુકાનદારોને અપીલ કરવામાં નીકળ્યા છે. પોલીસે સાથે રહી અને સ્થાનિક લોકોએ દુકાનો બંધ કરાવી રહ્યા છે.

સામાજિક સમરતા મંચ-ગુજરાત દ્વારા આવેદન પત્ર

રવિવારે (23મી ડિસેમ્બર) અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીની અસામાજિક તત્વો દ્રારા ખંડિત કરવામાં આવી હતી. આ વિષયનેધ્યાનમાં રાખી સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા કલેકટર અને પોલીસ કમિશ્નરને આ નિંદનીય ઘટનાને વખડતું આવેદન આવામાં આવ્યું હતું.

આ દુષ્કૃત્ય સામાજિક સૌહાર્દ અને ભાઈચારાને દૂષિત કરી સમાજમાં અરાજકતા ફેલાવવાના મલીન ઇરાદાથી કરવામાં આવ્યું છે. સામાજિક સમરસતા મંચ, ગુજરાત આ કૃત્યને સખત શબ્દોમાં વખડી કાઢે છે. આ જઘન્ય કૃત્યના કર્તા-હર્તા વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી આ દોષિતોને દંડિત કરવા માટે ત્વરિત કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા માટે આપને નમ્ર વિનંતી છે


Related Posts

Load more