ટ્રમ્પ સરકારમાં વધુ એક મૂળ ભારતીયની એન્ટ્રી, હરમીત ઢિલ્લોને સોંપાઈ મોટી જવાબદારી

By: nationgujarat
10 Dec, 2024

Harmeet Dhillon as Assistant Attorney General for Civil Rights: ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પહેલા ટ્રમ્પ પોતાની ટિમ બનાવવામાં વ્યસ્ત છે. તેણે ટીમમાં ઘણા નવા ચહેરાઓને સામેલ કર્યા છે. આમાં ચંદીગઢના હરમીત કે. ધિલ્લોનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. ટ્રમ્પે તેમને ન્યાય વિભાગમાં નાગરિક અધિકાર માટે સહાયક એટર્ની જનરલ તરીકે નિયુક્ત કર્યા છે. ટ્રમ્પે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે આ માહિતી આપતા કહ્યું હતું કે, ‘હું હરમીત કે. ધિલ્લોનની ન્યાય વિભાગમાં નાગરિક અધિકાર માટે સહાયક એટર્ની જનરલ તરીકે પસંદગી કરીને ખુશ છુ. હરમીતે તેની આખી કારકિર્દી દરમિયાન, ‘નાગરિક સ્વાતંત્ર્યના રક્ષણ માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. ‘

કોણ છે હરમીત ધિલ્લોન?

હરમીત ધિલ્લોન દેશના ટોચના વકીલોમાંના એક છે, તેમણે ડાર્ટમાઉથ કૉલેજ અને યુનિવર્સિટી ઑફ વર્જિનિયા લૉ સ્કૂલથી સ્નાતકની ડિગ્રી મેળવી છે અને યુ.એસ. ફોર્થ સર્કિટ કોર્ટ ઑફ અપીલ્સમાં ક્લાર્ક છે. તેમજ હરમીત શીખ ધાર્મિક સમુદાયનો સભ્ય પણ છે. ન્યાય વિભાગમાં નવી ભૂમિકામાં, હરમીત બંધારણીય અધિકારોનું રક્ષણ થાય અને નાગરિક અધિકારો અને ચૂંટણી કાયદાઓનો નિષ્પક્ષ અમલ થાય તે માટે કામ કરશે.

ચંદીગઢ સાથે છે કનેક્શન

ધિલ્લોને આ વર્ષે જુલાઈમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં અરદાસનું પઠન કર્યા બાદ તેના પર હુમલાઓનો થયા હતા. ગયા વર્ષે તે રિપબ્લિકન નેશનલ કમિટીના અધ્યક્ષ પદ માટે અસફળ રહી હતી. ચંદીગઢમાં જન્મેલી 54 વર્ષીય ધિલ્લોન બાળપણમાં જ તેમના માતા-પિતા સાથે અમેરિકામાં વસી ગયા હતા. 2016માં તેઓ ક્લેવલેન્ડમાં GOP સંમેલનના મંચ પર દેખાતા પ્રથમ ભારતીય-અમેરિકન હતા.


Related Posts

Load more