ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમ પસંદ કરવા માટે જ્યારે ભારતીય પસંદગીકારો આ મહિનાના અંતમાં મળશે, ટીમ ઇન્ડિયા માટે ખિલાડીઓની પસંદગી કરવી સરળ નહી હોય. રિપોર્ટ્સનું માનીએ તો ટીમમાં 10 ખેલાડીઓની જગ્યા કન્ફર્મ થઈ ગઈ છે, જ્યારે 5 ખેલાડીઓને લઈને ટક્કર થશે. દેખીતી રીતે 10 ખેલાડીઓમાં તમામ મોટા નામ સામેલ છે. નવાઈની વાત એ છે કે આ યાદીમાં રિંકુ સિંહનું નામ દેખાતું નથી.
T-20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં આ 10 ખેલાડીઓ પર વાગી શકે છે મોહર
રોહિત શર્મા
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
હાર્દિક પંડ્યા
જસપ્રીત બુમરાહ
રવિન્દ્ર જાડેજા
રિષભ પંત
અર્શદીપ સિંહ
મોહમ્મદ સિરાજ
કુલદીપ યાદવ
IPL 2024 માં પ્રદર્શન એ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે કે ખાલી પાંચ જગ્યાઓ કોણ ભરશે, પરંતુ અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ માટે આ સરળ કાર્ય નહીં હોય. કારણ કે બાકીની જગ્યાઓ માટે ઘણા બધા દાવેદારો છે.રિષભ પંત ટીમ ઈન્ડિયાનો ફેવરિટ વિકેટકીપર છે. તેના બેકઅપ માટે ઘણા ખેલાડીઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. સંજુ સેમસન, ઈશાન કિશન, કેએલ રાહુલ, જીતેશ શર્મા અને ધ્રુવ જુરેલ પંતના બેકઅપના દાવેદારોમાં છે. જો કે, પ્રદર્શનના આધારે, અત્યાર સુધીના સૌથી મજબૂત દાવેદાર સંજુ સેમસન અને કેએલ રાહુલ છે.
પહેલા એવા અહેવાલો આવી રહ્યા હતા કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગ કરશે, પરંતુ કેપ્ટને આવી વાતોને નકારી કાઢી છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ બંને ટીમમાં જોવા મળે, પરંતુ જો કે એલ રાહુલ અને સંજુ સેમસન સાથે ટીમમાં રાખવામાં આવે છે, તો ફક્ત એક જ વ્યક્તિને સ્થાન મળશે. ખરેખર, કેએલ રાહુલ પણ ઓપનિંગ કરી શકે છે. જોકે, તાજેતરના સમયમાં યશસ્વી ઓપનિંગમાં સતત શાનદાર પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. જો શુભમન અને યશસ્વી બંનેની પસંદગી થશે તો રિંકુ સિંહનું સ્થાન જોખમમાં આવી જશે.જો સંજુ સેમસન અથવા કે.એલ રાહુલ બેકઅપ વિકેટકીપર તરીકે હશે તો યશસ્વી જયસ્વાલનો ઓપનિંગનો દાવો મજબૂત છે, જ્યારે શુભમન ગિલ પણ રેસમાં છે. હવે વાત આવે છે કે કુલદીપ યાદવનો પાર્ટનર કોણ હશે, રવિન્દ્ર જાડેજા સિવાય યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈને સ્પિન આક્રમણમાં તક છે. જો કે, અક્ષર પટેલ પણ સ્પિન ઓલરાઉન્ડર તરીકે દાવો કરી રહ્યો છે.ટીમમાં જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહની પસંદગી નિશ્ચિત માનવામાં આવે છે. જો મોહમ્મદ શમી ફિટ ન હોય તો ત્રીજા ફાસ્ટ બોલર તરીકે આવેશનો દાવો મજબૂત દેખાય છે. જો કે યુવા સ્પીડ સ્ટાર મયંક યાદવ, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને હર્ષલ પટેલ પણ ફોર્મમાં છે.
હાર્દિક પંડ્યા ટીમનો વાઇસ કેપ્ટન ની જવાબદારી મળી શકે છે, તેના સિવાય શિવમ દુબે બીજા પેસ ઓલરાઉન્ડર તરીકે પ્રબળ દાવેદાર છે. શિવમે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ સતત સારુ પ્રદર્શન કર્યું છે. જો કે, તે બોલિંગ નથી કરી રહ્યો છે.