ટીમ ઇન્ડિયાની વન ડે ટીમમાં રોહીત શર્માના સ્થાને શુભમન ગીલને મળશે જવાબદારી ?

By: nationgujarat
11 Jul, 2025

ટેસ્ટ ક્રિકેટ અને T20I માંથી નિવૃત્તિ લેનાર રોહિત શર્મા હવે ફક્ત ODI ક્રિકેટમાં જ રમતા જોવા મળશે. તે હજુ પણ ODI ટીમનો કેપ્ટન છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ તેની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તેમની પાસેથી ODI કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, શુભમન ગિલને ટેસ્ટ પછી ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.

ભારતીય ટીમ ઓગસ્ટમાં શ્રીલંકા સામે ODI શ્રેણી રમી શકે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પછી, ભારતીય ટીમ શ્રીલંકા સામે ODI શ્રેણી રમી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે આ શ્રેણી માટે વાતચીત શરૂ થઈ ગઈ છે. જો બધું બરાબર રહ્યું, તો ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ ODI અને ત્રણ T20 મેચ રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ODI શ્રેણીમાં પાછા ફરી શકે છે, જોકે આ સમય દરમિયાન ટીમનું નેતૃત્વ કોણ કરશે? બોર્ડ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી ફક્ત ODI મેચોમાં જ રમતા જોવા મળશે. આ બંને ખેલાડીઓએ 2027 માં યોજાનારા ODI વર્લ્ડ કપ સુધી રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પરંતુ તે બધું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે. જોકે, એવા અહેવાલો છે કે રોહિત શર્મા પાસેથી ODI કેપ્ટનશીપ યુવા ખિલાડીને આપવામાં આવી શકે છે.

ભારતે રોહિતની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

અહેવાલો અનુસાર, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્માએ ટીમ મેનેજમેન્ટને કહ્યું હતું કે જો તેને ODI ટીમની કેપ્ટનશીપ નહીં મળે, તો તે ODIમાંથી પણ નિવૃત્તિ લઈ લેશે. જોકે, BCCI ના કોઈપણ અધિકારી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. નેશન ગુજરાત પણ આ સમાચારની પુષ્ટિ કરતું નથી.

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપ 2023 ના ટાઇટલ મેચમાં જગ્યા બનાવી હતી, જ્યાં તેને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલો અનુસાર, ટીમ મેનેજમેન્ટ ટેસ્ટ પછી ODI માં એક યુવાન ખેલાડીને કેપ્ટન બનાવવા માંગે છે. આ માટે, તેમની નજર શુભમન ગિલ પર છે.


Related Posts

Load more