લોહાણા સમાજના આગેવાન રાકેશ દેવાણીએ એસપી ગીર સોમનાથ સહિત વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, રેન્જ આઈજી અને કલેકટરને આવેદન આપ્યું છે. જેમાં પોતાના અને પરિવારના જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલા રાજેશ ચુડાસમાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 5 વર્ષથી મારી સાથે રહેલા લોકોને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પણ હું તેમને છોડવાનો નથી.
લોકસભાની ચૂંટણીમાં રાકેશ દેવાણીએ સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાકેશ દેવાણીએ વેરાવળના ડો.અતુલ ચગના આપઘાત કેસના મુદ્દે સાંસદ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તાજેતરમાં ધન્યવાદ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમાએ પણ એક નિવેદનમાં જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ભાજપ ગણતરી કરે કે ન કરે, હું જે ડાન્સ કરી રહ્યો છું તે બંધ કરવાનો નથી. ત્યારપછી રાકેશ દેવાણીએ પોતાના અને પરિવારના જીવને જોખમ હોવા અંગે એસપીને અરજી કરી છે.જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ડો.અતુલ ચગના કેસમાં સંડોવાયેલા હતા અને આ વખતે ચૂંટણીમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે ચૂંટણી બાદ તેઓ પોતાનો અસલી રંગ બતાવી રહ્યા હોવાની ચર્ચાઓ જૂનાગઢમાં જોવા મળી રહી છે.