Aishwarya Rai Car Accident : જુહૂમાં ઐશ્વર્યા રાય બચ્ચનની લકઝરી કારને બેસ્ટ બસે અડફેટમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ ઇજાના અહેવાલ નથી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટના બાદ ચાહકો ઝડપથી જમા થઇ ગયા હતા.
આ બનાવ વખતે ઐશ્વર્યા કે બચ્ચન પરિવારના અન્ય કોઇ સભ્ય કારની અંદર હતા કે નહીં તે શરૂઆતમાં સ્પષ્ટ થયું ન હોતું. પરંતુ તેમની સલામતી અંગે ચિંતા ફેલાઇ ગઇ હતી.
બૃહન્મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમની લાલ બસને હાઇ-એન્ડ કાર પાછળ દર્શાવતા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયોમાં કાર જોઇ શકાય છે. પરંતુ તેને બસની ટક્કરને કારણે કોઇ મોટું નુકસાન થયું ન હતું. કારમાંથી ડ્રાઇવરે બહાર આવી અકસ્માતથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. થોડીવાર પછી કાર આગળ વધી ગઇ હતી. અકસ્માત પછી તાત્કાલિક ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.
ઐશ્વર્યાએ ગયા વર્ષે જ આ કાર ખરીદી હોવાનું કહેવાય છે તે તેનો પ્રીમિયમ ફ્રીચર્સ અને આરામ માટે જાણીતી છે.
નોંધનીય છે કે અભિનેતા સોનું સૂદની પત્ની સોનાલી અને તેના બે સંબંધીઓ સોમવારે રાતે 10 વાગ્યે નાગપુરના ફલાયઓવર પર કાર એક ટ્રક સાથે અથડાતા ઘાયલ થયા હતા.
તેઓ નાગપુર એરપોર્ટથી પરત ફરી રહ્યા હતા. ત્યારે સોનાલી સૂદ તેની બહેન અને ભત્રીજા સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. તે સમયે સોનેગાવ નજીક વર્ધા રોડ વાયડકર બ્રિજ પર પાછળથી એક ટ્રક સાથે કાર અથડાઇ હતી. તેમને નાગપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહતા. સોનેગાવ પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરે છે.