જાપાન એરપોર્ટ પર 2 પ્લેન અથડાયા, પ્લેનમાં લાગી ભીષણ આગ, 379 મુસાફરો સવાર હતા

By: nationgujarat
02 Jan, 2024

જાપાનના ટોક્યો હાનેડા એરપોર્ટના રનવે પર મંગળવારે બે પ્લેન અથડાયા બાદ એક પ્લેનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વિમાનમાં 379 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો અને ક્રૂને બચાવી લેવામાં આવ્યા છે. જાપાની ન્યૂઝ એજન્સી NHK અનુસાર, એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન બે પ્લેન વચ્ચે અથડામણ બાદ એક પ્લેનમાં રનવે પર જ આગ લાગી ગઈ હતી. એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ હાનેડાએ તમામ રનવે બંધ કરી દીધા હતા. બે પ્લેનમાંથી એક પ્લેન જાપાન એરલાઈન્સનું જ્યારે બીજું પ્લેન કોસ્ટ ગાર્ડનું હોવાનું કહેવાય છે.

જાપાની મીડિયા અનુસાર, જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL 516 હતો અને આ ફ્લાઈટ હોકાઈડોથી ઉડાન ભરી હતી. એરક્રાફ્ટ ન્યૂ ચિટોઝ એરપોર્ટથી સ્થાનિક સમય મુજબ 16:00 વાગ્યે રવાના થયું હતું અને 17:40 વાગ્યે હાનેડામાં લેન્ડ થવાનું હતું. NHK પરના લાઇવ ફૂટેજમાં પ્લેનની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. એરલાઈને કહ્યું કે તમામ મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા છે.


Related Posts

Load more