Breaking News

જાપાનમાં કાળઝાળ ગરમી, ઇશિકાવા પ્રીફ્રેકચરના કોમાત્સુ શહેરનું તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ

By: nationgujarat
04 Aug, 2025

ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનથી ગરમીનો પારો ડાઉન જોવા મળે છે પરંતુ આજકાલ જાપાન કાળઝાળ ગરમી સામે ઝઝુમી રહયું છે. અતિ ગરમ ઉનાળાએ જન જીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. જાપાનના પૂર્વોત્તરમાં તોહોકુ ક્ષેત્રથી લઇને પશ્ચિમમાં ચુગોકુ ક્ષેત્ર સુધી વ્યાપક વિસ્તારોમાં ખતરનાક હિટ વેવ ફરી વળ્યું છે. ઇશિકાવા પ્રીફ્રેકચરના કોમાત્સુ શહેરમાં બપોર દરમિયાન તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

જયારે તોયામા શહેરમાં તાપમાન ૩૯.૮ ડિગ્રી સેલ્સિયસ રહયું હતું. તોહોકુ ૪૦.૩ ક્ષેત્ર લઇને દક્ષિણી પ્રીફેચર ઓકિનાવા સુધી ૩૬ પ્રીફેકચરોમાં તાપમાન વધવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાનખાતાએ લોકોને એર કન્ડીશનર ચલાવવા, પાણી પદાર્થો અને નમકનું પુરતા પ્રમાણમાં સેવન કરવાની સૂચના આપી છે. બહાર ખુલ્લામાં કામ કરતા હોય તેવા લોકોને સમયાંતરે વિશ્રામ લેવાની સલાહ આપવામાં આવી છે.


Related Posts

Load more