જાપાનના ક્યૂશૂમાં ભયંકર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતા નોંધાઈ

By: Krunal Bhavsar
02 Apr, 2025

Japan Earthquake: મ્યાનમાર બાદ હવે જાપાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. જાપાનના ક્યૂશૂ ક્ષેત્રમાં ભારતીય સમય મુજબ, સાંજે 7:34 વાગ્યે 6.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ક્યૂશૂ ટાપુ પર હતું.

જોકે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી, જાપાન હવામાન એજન્સીએ ભૂકંપ બાદ હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી.

તમને જણાવી દઈએ કે, ક્યૂશૂ જાપાનનો ત્રીજો સૌથી મોટો ટાપુ છે અને તે ભૂકંપની પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. સ્થાનિક વહીવટીતંત્રે રહેવાસીઓને સતર્ક રહેવા અને સંભવિત ભૂકંપ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે.


Related Posts

Load more