જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે RSSએ આપ્યું મોટું નિવેદન

By: nationgujarat
02 Sep, 2024

RSSએ જાતિ આધારિત વસ્તી ગણતરી અને મહિલા સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. સંગઠને સમાજની એકતા અને અખંડિતતા જાળવવા જાતિ આધારિત ગણતરી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે મહિલાઓની સુરક્ષા માટે નવા પગલાં લેવાની વાત કરી છે. RSSની હાલની બેઠકમાં આ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સમાજના વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરીને ભવિષ્ય માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

RSS દ્વારા જાતિ આધારિત ગણતરીને સંવેદનશીલ મુદ્દો ગણાવ્યો હતો. પંચ પરિવર્તન અંતર્ગત આ અંગે ચર્ચા કરવામાં આવી છે અને સંગઠને નક્કી કર્યું છે કે સમૂહ સ્તરે સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરવામાં આવશે.

જાતિ આધારિત વસતી ગણતરી સંવેદનશીલ વિષય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું, ‘જાતિની વસ્તી ગણતરી એક સંવેદનશીલ વિષય છે. તેનાથી સમાજની એકતા અને અખંડિતતા જોખમાય છે. આ અંગે પંચ પરિવર્તનમાં ચર્ચા કરવામાં આવી છે. અમે સામૂહિક સ્તરે સંવાદિતા પર કામ કરીશું. જાતિ આધારિત પ્રતિક્રિયાઓ આપણા સમાજમાં એક સંવેદનશીલ મુદ્દો છે અને રાષ્ટ્રીય એકીકરણ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ જાતિ આધારિત વસતી ગણતરીનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અને ચૂંટણી હેતુઓ માટે ન થવો જોઈએ. પરંતુ કલ્યાણકારી ઉદ્દેશ્યો માટે અને ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે સરકાર તેની ગણતરી કરાવી શકે છે.

આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે, વસતી ગણતરી આપણા સમાજમાં એક સંવેદનશીલ મુદ્દો છે અને તે રાષ્ટ્રીય એકતા માટે મહત્વપૂર્ણ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જાતિ ગણતરીનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અને ચૂંટણી હેતુઓ માટે થવો જોઈએ નહીં. જો કે, કલ્યાણ હેતુઓ માટે અને ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે, સરકારને તેમની સંખ્યા ગણવાનો અધિકાર છે.

આ બેઠકમાં પશ્ચિમ બંગાળની હાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. આરએસએસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે કાયદામાં સંશોધનની આવશ્યકતા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.  જણાવી દઈએ કે આરએસએસે અહલ્યાબાઈની 300મી જયંતિ ઉજવવા માટેનો નિર્ણય કર્યો અને સંગઠનના 100 વર્ષ પૂરા થવાના અવસરે 5 પરિવર્તન હેઠળ સામાજીક પરિવર્તન માટે કામ કરવાની યોજનાઓ બનાવી.


Related Posts

Load more