જાણો આ વખતનો વરસાદ રાજ્યમાં કેવો રહેશે

By: nationgujarat
24 May, 2024

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ચોમાસાના આગમનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ચાલું વર્ષે ચોમાસું સારુ રહેવાનીની આગાહી કરી છે. હસમુખ નિમાવતે કહ્યું કે, આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની આગાહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાંતો દ્વારા વિજ્ઞાન અને પ્રાકૃતિક ફેરફારના આધારે વરસાદની આગાહી કરાઇ હતી.ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદને લઈને ખગોળીય વિજ્ઞાન, પશુ પંખીના અવાજ, આકાશી કસથી આગાહી કરાઇ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાંત હસમુખ નિમાવતે કહ્યું કે, આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની આગાહી છે. આ તરફ હવામાન નિષ્ણાંત ભીમા ઓડેદરાએ આગાહી કરી કે, આસો માસ સુધી વરસાદ પડશે. આ સાથે રમણીક વામજાએ પણ આગાહી કરી કે, આ વર્ષે સારો વરસાદ થવાથી 3 તબક્કામાં વાવણી થશે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને ત્યારબાદ ધીરેધીરે ચોમાસુ આગળ વધશે. મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં અંબાલાલે જણાવ્યું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ નોંધાશે. તો સાથે સાથે દેશમાં ઘણા ભેગોમાં પૂરની શક્યતા પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.

આગાહીકારો આ રીતે કરે છે વરતારો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં વસતા આગાહીકાર દ્વારા વરતારો નક્કી કરવામાં આવે છે. આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે અંગે તમામ આગાહીકારો આગાહી કરી પોતાનો અનુભવ જણાવતા હોય છે. ત્યારે પશુ પક્ષીની બોલી, અખાત્રીજના દિવસે પવનનો વરતારો, તેવી જ રીતે આકાશમાં અને નક્ષત્રમાં થતા ફેરફારને આધારે આગાહીકારો વરસાદની આગાહી કરતા હોય છે. આ વર્ષે 16 આની એટલે કે મધ્યમ ચોમાસુ રહેશે તેવી આગાહી કરો દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી 60 જેટલા આગાહીકારોએ આગાહી કરી છે અને કૃષિ યુનિવર્સિટી અને આગાહીઓ મોકલી આપી છે.

સૈારાષ્ટ્રની ખેતી અને ખેડુતોનાં વિકાસને ધ્યાને રાખીને જૂનાગઢ કૃષિ યુનિ. અને વર્ષા વિજ્ઞાનમંડળ દ્વારા યોજીત વર્ષા વિજ્ઞાન પરિસંવાદને આયોજિત કરાય છે. કૃષિ અવલોકનકારોનો આ પૈારાણિક વારસો જીવંત રહે અને કૃષિ પ્રયોગશીલ ખેડુતોની કોઠાસુઝને વિજ્ઞાન સાથે સંકલીત કરવાનો આ પ્રયાસ લાભપ્રદ બની રહે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1990 માં ડો. એ.ઓ.ખેરનાં માર્ગદર્શન તળે ડો. મુન્શી, ડો. ગુંદાલીયા, અને કૃષિ યુનિ.નાં સહયોગથી આજે ૨૫ વર્ષથી વરસાદી વરતારા માટે અવલોકનકારો તેમનાં ભડલી વાક્યો, શતવૃષભાવકુંડળી, મયુર ચિત્રકામ, મેઘમાલા, વૃષ્ટી પ્રબોધ તેમજ પશુપક્ષીઓની ચેષ્ટાઓ, લોકવાયકાઓ, ખગોળવિજ્ઞાન, ઋતુમાં થતાં પરીવર્તનો, વનસ્પતિમાં જોવા મળતા બદલાવને ધ્યાને લઇ મેળવાતા તારણોમાં આધુનીકતા આવે અવલોકનકાર વૈજ્ઞાનીક તથ્યોને સમજીને અવલોકન સચોટ કરી શકે તે માટે ભેજમાપક યંત્ર, તાપમાનમાં થતાં બદલાવના અવલોકન માટે તાપમાનમાપક યંત્ર, પવન દીશા સુચકયંત્ર આગાહીકારોને વિનામુલ્યે આપવામાં આવ્યા હતા.


Related Posts

Load more