ગુજરાતમાં બદલીઓનો દોર શરૂ થયો છે, ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સિનિયર 18 IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા છે. મહત્વની વાત એ છે કે જયંતી રવિને ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે.ગુજરાતના 18 સિનિયર IAS અધિકારીઓની બદલીના આદેશ: અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા, અધિક મુખ્ય સચિવ એમ કે દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકાયા અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ સોપાયો.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીમાં સુનયના તોમર, પંકજ જોષી, મનોજ કુમાર દાસ, જયંતી રવિ, પી.સ્વરૂપ, અંજુશર્મા, એસ.જે.હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા અને ડો.ટી નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે.કે. નિરાલા, રાજેશ મંજુ, એ.એમ.શર્મા, મમતા વર્મા અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે. પોંડીચેરીથી પરત બોલાવીની જયંતી રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
IAS અધિકારીઓની બદલીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક સચિવ સુનૈતા તોમરને શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ઉપરાંત તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિક સચિવ પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે રેવન્યૂ વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ કુમાર દાસને ગૃહ વિભાગમાં મુકવામાં આવ્યાં છે.
સિનિયર 18 આઈએસ અધિકારીઓની બદલી આ પ્રમાણે છે…