ચોમાસામા ભજીયા ખાવાના શોખીન છો તો વાંચો આ અહેવાલ

By: nationgujarat
31 Jul, 2024

ચોમાસુ આવે ત્યારે ભજીયા ખાવાની એક અલગ મોજ આજકલ દરેક ઉમંરના લોકો માળે છે. ચોમાસામા ભજીયા ખાવાથી ફાયદો પણ થાય છે તે તમને કદાચ નહી ખબર હોય. ભજીયામા વપરાતી સામગ્રી શરીરમાટે ઉપયોગી છે. ચોમાસાની સિઝનમા વરસાદ વરસે કે તરત આપણે ગુજરાતી લોકો ભજીયા ના સ્વાદને માળવાનુ ભુલતા નથી. અમીર ગરીબ સૌ લોકો વરસાદને વઘાવવા માટે ગરમા ગરમ ભજીયા આરોગે છે. ચોમાસામા ભજીયા ખાવાની પંરપરા સ્વાદની સંતુષ્ટી તો છે જ પણ તેનુ સાયન્સ છે.  ચોમાસાની સિઝનમા શરિરની અંદર વાયુનો પ્રકોપ થાય એટલા માટે શરીરમા સાંઘાના દુખાવા,કમરના દુખાવા,પેટના દુખાવા,માઇગ્રેનના દુખાવા સહિતના દુખાવાની ફરિયાદો ચોમાસાની સિઝનમા વધુ જોવા મળે છે.

ભજીયામા વપરાતી વસ્તુઓ પાછળ વિજ્ઞાન

ભજીય નો સ્વાદ દરેક ઉમંરના વ્યકિતને પસંદ છે. સ્વાદ સાથે ભજીયામા વપરાતી સામગ્રી શરીર માટે ઉપયોગી છે. ભજીયા બનાવવા સૌ પ્રથમ ચણાના લોટનો ઉપયોગ થાય છે. ચણાનો લોટનો સ્વભાવ રુશ્ક મનાય છે. ડ્રાય મનાય છે. વર્ષારૂતુમા શરિર અંદર ભેજ તત્વની  પ્રધાનતા વઘે છે તેને લઇ ભવિષ્યમા કફની બિમારી જોવા મળે છે. પહેલાના સમયમા જ્યારે શરદી,ઉઘરસ થાય તો ચણાના લોટની વાનગીઓ ખવળાવતા હતા.

હવે તમને સવાલ થશે કે ચણાના લોટ ખાવાથી વાયુ વઘી શકે છે પણ ચણા ખાવાથી વાયુ ન વધે તે માટે ચણાના લોટ પછીની બીજી સામગ્રી તેલ ( તલનુ કે સિંગતેલ) મિક્સ થવાથી વાયથી થતા દુખાવા દુર થઇ શકે છે. ચણાનો લોટ પચવામા હળવો હોય છે. ચોમાસાની રૂતુમા આપણી પાંચન શક્તિ નબળી થઇ જાય છે. શરિરને નેચરલી લ્યુબ્રીકેન્ટની જરૂર હોય છે. ચણાનો લોટ તેલ સાથે ખાવાથી શરીરની અંદર જેટલા પણ જોઇન્ટસ છે તેમા રાહત મળે છે.

ભજીયાને સ્વાદીષ્ટ બનાવવા નાખવામા આવતા મરી મસાલા

મસાલા એટલે કાળા મરી  કે જે શરીરની અંદર વધેલા વાયુને સમન કરનારા છે. તેમજ કફને પણ નિયંત્રીત રાખે છે. વર્ષારૂતુમા શરિરમા જ્યારે કફ અને વાયુ વધે છે તે બનેને શાંત કરવા ભજીયા ખાવા હિતાવવહ છે.

ઘાણા – ધાણા સુકા હોય કે લીલા તે ખૂબ ઉપયોગી છે. ઘાણામા ભરપુર માત્રામા ફાઇબર છે. ઘાણા પેટ સાફ કરવામા પણ મદદરૂપ થાય છે જેના કારણે કબજીયાતથી દુર રાખે છે.

ભજીયાનુ સેવન ક્યારે કરવુ

ભજીયા સેવન કરવા ઉત્તમ સમય સુર્યોદય થી સુર્યાસ્ત સુધીમા આરોગી લેવા. વરસાદની હેલી થાય ત્યારે તમે પણ આ રીતને ભજીયા ખાઇ ચોમાસાની સિઝનમા સ્વસ્થય રહો.

ભજીયા સાથે કાચા કાદાનુ સેવન કરવુ હિતાવહ નથી. કાંદામા વાતાવરણમા ચાલતા દરેક વાયરસને પોતાની તરફ ખેચી લે છે. પહેલાના સમયમા કોઇ ને તાવ આવે ત્યારે પગના તળીયે કે શરીરમા કાદાનો રસ લગાવવામા આવતો હતો. કાદાના ભજીયા ખાઇ શકાય પણ સમારેલા કાંદા ભજીયા સાથે ખાવા ન જોઇએ.

નોંઘ – આ અહેવાસ સામાન્ય માહિતીના આઘારે તૈયાર કરેલ છે વધૂુ જાણકારી માટે તમારા ફેમિલી ડોકટરની સલાહ ચોક્કસ લેવી.

લીંબુ- ભજીયામા લીબુનો પણ ઉપયોગ કરવામા આવે છે. લીંબુ વિટામીન સીનો ઉત્તમ સ્ત્રોત છે. ખાટી વસ્તુ વાયુ વઘારનારી હોય છે તેમ માનવામા આવે છે પણ તેમ નથી વાત પિત અને કપની વાત કરીએ ત્યારે અમ્લ રસ  કે ખાટો રસ વાયુને શાંત કરે છે.

તજ ,બાદિયા સહિતના મસાલા એક પ્રકારની ઔષોધી જ છે તે વાયુને શાંત કરે છે. કફને શાંત કરે છે.

ભજીયાના પણ વિવિઘ પ્રકાર

મેથીના ભજીયાના ફાયદા – ચોમાસામા મેથીના ભજીયાતો સૌના પ્રિય છે. મેથી એક એવી વસ્તુ છે કે વાયુને શાંત કરવામા મદદરૂપ છે જેનાથી સાંઘના દુખાવા તેમજ જળ તત્વથી જે પણ બિમારી થતી હોય તેનાથી બચના આ શ્રેષ્ઠ વસ્તુ છે અને મેથી અલ્કલાઇન છે.

ડાયાબીટસએ કફ દોષથી થતી બિમારી છે. તેથી ચણાનો લોટ સુકો હોય છે તેમા તેલ મિક્સ થવાથી ડાયાબીટીસથી પણ બચાવે છે. ચોમાસાની રૂતુમા સુગર લેવલ પણ વધતુ હોય છે કારણ કે પાચન શક્તિ મંદ હોય છે તો ભજીયા એક રીતે સુગર ફ્રિથી અને ડાયાબીટીસથી પણ દુર રાખે છે

રતાળુ પુરીના ફાયદા – રતાળુના ભજીયા ગુજરાતમા ખાવાના ખૂબ પ્રચલીત છે તેમા પણ સુરતમા ખૂબ ખવાય છે. રતાળામા આર્યન,ફોસ્ફરસ,કેલ્શિયમની માત્ર વઘારે છે રતાળુ આજે પણ યુરિયા અને પેસ્ટ્રીસાઇડ વગર થાયછે. રતાળુના ભજીયા ખાવાથી શરીરમા હિમોગ્લોબીન,પાંચન શક્તિ સુઘારવી,આર્યનની ઉણપ દુર કરવામા મદદ રૂપ છે. રતાળુની અંદર નેચરલ ફોસ્ફરસ છે . રતાળુમા ઇશ્વરે ભરપુર માત્રમા ફાઇબર છે જે આંતરડાના શુદ્ધીકરણ માટે ખૂબ સારા છે.

સરગવાના પાનના ભજીયા – ચોમાસાની રૂતુમા સરગવાના પાનના ભજીયા જમવાથી તેમથી કેલ્શિયમ  અને આર્યન સારા પ્રમાણમા મળી રહે છે. સરગવાનુ ફળ,છાલ,મૂળિયા,પુષ્પ  આ તમામ વસ્તુ વાયુ  અને કફને દુર કરવામા મદદરૂપ થાય છે. સરગવામા કોઇ પણ પ્રકારની યુરિયા કે પેસ્ટ્રીસાઇડ કેમિકલનો છટકાવ કરવામા નથી આવતો. મેથી અને સરગવાનુ મિશ્રણના ભજિયા પણ સ્વાસ્થય માટે સારા છે.

કાચા કેળાના ભજીયા – જેવી રીતે બટેટાના ભજીયા બનાવીએ છીએ તેવી રીતે કાચા કેળાના ગોટા બનાવવામા આવે  તો તે ખૂબ ફાયદા કારક છે. જૈન લોકો બટેટાના ભજીયા નહિવત પ્રમાણમા આરોગે છે તેની જગ્યાએ તેઓ કાચા કેળાના ભજીયા ખાવાનો આગ્રહ રાખે છે. કાચા કેળામા ભરપુર માત્રામા કેલ્શિયમ છે કેળ રસ પ્રધાન છે.  કેળા સરળતાથી સુપાચ્ય છે.

 


Related Posts

Load more