ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા નેતાઓ કલાકનો કેટલો ખર્ચો કરે છે, જાણો

By: nationgujarat
30 May, 2024

લોકસભા ચૂંટણી 2024ના 6 તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ચૂક્યુ છે. હવે 1 જૂનના રોજ સાતમી અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. હવે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યુ છે. આ ચૂંટણીમાં દરેક પાર્ટીના નેતાઓએ હેલિકોપ્ટરમાં ફરીને ચૂંટણી રેલી કરી છે. આ ચૂંટણીમાં હેલિકોપ્ટર ઓપરેટરોએ જબરદસ્ત કમાણી કરી છે. મીડિયા અહેવાલ પ્રમાણે ઓપરેટરોએ ચૂંટણી સિઝનમાં લગભગ 350-400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દરેક ચૂંટણીની તુલનામાં આ વખતે માગ અને સમય પણ વધ્યો છે. આવી સ્થિતિમાં તેની કિંમતમાં 50%નો વધારો થયો છે. કલાક પ્રમાણે હેલિકોપ્ટર ભાડે આપવામાં આવે છે. તેની કિંમત તેના મોડલ અને નિર્માણ પ્રમાણે અલગ-અલગ હોય છે

જાણો કયા હેલિકોપ્ટરનું કેટલું ભાડુઆમાં સિંગલ એન્જિન BIL-407 મોડલનું ભાડું 1.3 લાખ રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા પ્રતિ કલાકના છે. બીજી તરફ ઓગસ્ટા AW109 અને H145 એકબેઝ જેવા ડબલ એન્જિન હેલિકોપ્ટર પ્રતિ કલાક 2.3 લાખથી 3 લાખ રૂપિયા વસૂલ કરે છે. તેમાં 7 થી 8 લોકો બેસી શકે છે. બીજી તરફ 15 સીટર અગસ્તા વેસ્ટલેન્ડનું પ્રતિ કલાકનું ભાડું 4 લાખ રૂપિયા છે. નેતાઓની આ પહેલી પસંદ છે.

45થી 60 દિવસનો છે કોન્ટ્રાક્ટ

ચૂંટણીમાં હેલિકોપ્ટર ઓપરેટરો ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ સાથે 45 થી 60 દિવસનો કોન્ટ્રાક્ટ સાઈન કરે છે. આ કોન્ટ્રાક્ટમાં ઓછા કલાકો સુનિશ્ચિત કરે છે. આમાં ફીનો કેટલોક હિસ્સો એડવાન્સમાં ચૂકવવામાં આવે છે. જ્યારે બાકીની રકમ પાછળથી ચૂકવવામાં આવે છે.

આ કંપનીઓ આપી રહી છે સર્વિસ

હેલિકોપ્ટર ભાડે આપતા ઓપરેટર્સમાં પવન હંસ, હેલિગો ચાર્ટર્સ અને ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટર્સ લિમિટેડનો સામેલ છે. તેમની પાસે 13 થી 15 હેલિકોપ્ટર ઉપલબ્ધ છે. ટ્વીન એન્જિન 8 સીટર હેલિકોપ્ટરનું ભાડું 3 લાખ રૂપિયા પ્રતિ કલાક છે. 180 કલાક માટે દરેક હેલિકોપ્ટર પર 4 થી 5 કરોડ રૂપિયાની કમાણી થાય છે. હેલિકોપ્ટર દર મહિને લગભગ 40 થી 45 કલાક ઉડાન ભરે છે. તેઓ ચૂંટણી સમયે લેવામાં આવેલી રકમથી 40થી 50% ઓછી કિંમત પર કામ કરે છે.


Related Posts

Load more