ચહલ અને અશ્વિનને વિશ્વકપની ટીમમાં સ્થાન મળશે કે કેમ ?

By: nationgujarat
22 Aug, 2023

એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થતાં જ ચાહકોના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા હતા.  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગઇકાલે  રોહિત શર્માની કપ્તાની હેઠળ 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

જેમાં ઈજામાંથી સાજા થઈને પરત ફરેલા કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરને સીધી એન્ટ્રી મળી હતી. જ્યારે સૌથી વધુ ચોંકાવનારો તિલક વર્માનો છે. તેણે વનડેમાં પણ ડેબ્યુ કર્યું ન હતું અને તેને ટીમમાં જગ્યા મળી હતી. પરંતુ જે વસ્તુએ ચાહકોને સૌથી વધુ નિરાશ કર્યા છે તે યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિન છે.

બંને સ્ટાર સ્પિનર ​​ચહલ અને અશ્વિનને એશિયા કપ માટેની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. જોકે અશ્વિનને થોડો ખ્યાલ હતો કે તે બહાર રહી શકે છે. પરંતુ ચહલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પણ ગયો હતો. પરંતુ હજુ પણ તેને ટીમની બહાર રાખવામાં આવ્યો છે.

બંને સ્ટાર સ્પિનર ​​ચહલ અને અશ્વિનને એશિયા કપ માટેની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. જોકે અશ્વિનને થોડો ખ્યાલ હતો કે તે બહાર રહી શકે છે. પરંતુ ચહલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પણ ગયો હતો. પરંતુ હજુ પણ તેને ટીમની બહાર રાખવામાં આવ્યો છે.

30 ઓગસ્ટથી યોજાનાર એશિયા કપમાં ભારતીય ટીમનો સીધો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે. ટીમની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે થશે. એશિયા કપ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 3 મેચની વનડે શ્રેણી રમશે.

એશિયા કપ માટેની ભારતીય ટીમમાં માત્ર 3 સ્પિનરો રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલનો સમાવેશ થયો છે. તેમાંથી જાડેજા અને કુલદીપનું વર્લ્ડ કપમાં સ્થાન લગભગ નિશ્ચિત ગણી શકાય.
જો અક્ષર પટેલ એશિયા કપમાં સારું પ્રદર્શન નહી કરે  તો તેના સ્થાને ચહલ અથવા અશ્વિનને સામેલ કરી શકાય છે.
એશિયા કપ દરમિયાન અક્ષર પટેલ, કુલદીપ યાદવ કે જાડેજામાંથી કોઈ એક ઈજાગ્રસ્ત થાય તો પણ અશ્વિનને મોકો મળી શકે છે.

ઓવરઓલ આ બંને ખિલાડીઓને વિશ્વકપની ટીમમાં સ્થાન મળે તેમ લાગતુ નથી. આપના મતે શું આ બંનેને ટીમમાં સ્થાન મળવું જોઇએ કે એક ને કમેન્ટ કરજો


Related Posts

Load more