ઘવન એકલો નથી… આ 6 ભારતીય ક્રિકેટર્સના પણ થયા છૂટાછેડા થયા છે જાણો

By: nationgujarat
07 Oct, 2023

( નોંધ – જો આ સ્ટોરી Dailyhunt માં 6 ભાગ સુઘી  ન દેખાય તો અમારી વેબસાઇટમાં જવા વિનંતી )

શિખર ધવન ભારતનો સૌથી લોકપ્રિય અને પ્રિય ક્રિકેટરોમાંથી એક છે. લોકો તેની બેટિંગ કૌશલ્યને જેટલા પસંદ કરે છે એટલા જ લોકો તેને આનંદથી કેમ રહેવું એના માટે પણ પસંદ કરે છે. જોકે ભાગ્યે જ કોઈ જાણતું હશે કે તે પોતાના અંગત જીવનમાં સંઘર્ષ કરી રહ્યો છે. લગ્નનાં આઠ વર્ષ પછી 37 વર્ષીય ક્રિકેટરે તેની પત્નીને માનસિક ક્રૂરતાના આધારે છૂટાછેડા આપી દીધા. ત્યારે આપણે એ જાણીશું 6 ક્રિકેટર્સ વિશે, જેમના ડિવોર્સ થયા છે…

(આ સ્ટોરી DailyHunt Appમાં  પુરી ન વંચાય તો અમારી વેબસાઇટમાં જઇ વાંચવા વિનંતી  અમારી લીંક www.nationgujarat.com

દિનેશ કાર્તિક
2007માં દિનેશ કાર્તિકે જે-તે સમયે 21 વર્ષનો હતો, તેણે તેની બાળપણની મિત્ર નિકિતા વણજારા સાથે લગ્ન કર્યા. એમાં પરિવાર અને નજીકના મિત્રો હતા. તેમણે આ લગ્નની યોજના ઘણા લાંબા સમયથી કરી હતી. ઉંમર થતાં જ તેમણે મુંબઈમાં લગ્ન કરી લીધા, જોકે 2012માં એક નિર્ણાયક ક્રિકેટ મેચ દરમિયાન દિનેશ કાર્તિકને ખબર પડી કે નિકિતા ક્રિકેટર મુરલી વિજય સાથે સંબંધમાં છે. આ ખબરથી તેને આઘાત લાગ્યો હતો. નિકિતા અને મુરલીના અફેર વિશે જાણ્યાના થોડા સમય પછી દિનેશે તેમના લગ્નનો અંત લાવવાનું નક્કી કર્યું અને 2012માં તેમણે છૂટાછેડા લઈ લીધા. એ દિવસોમાં તેમના છૂટાછેડા ખૂબ જ ચર્ચિત હતા. પાછળથી 2015માં કાર્તિકે પ્રખ્યાત સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા.

વિનોદ કાંબલી
વિનોદ કાંબલી એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે, જેની ફેન ફોલોઈંગ ખૂબ મોટી હતી. 1998માં તેણે તેની બાળપણની મિત્ર નોએલા લુઇસ સાથે લગ્ન કર્યા. જોકે વિનોદે તેને 2005માં છૂટાછેડા આપી દીધા અને બાદમાં એન્ડ્રિયા હેવિટ નામની ભૂતપૂર્વ મોડલ સાથે લગ્ન કર્યા. રસપ્રદ વાત એ છે કે આખરે લગ્નના ગાંઠે બંધાતાં પહેલાં તેમણે કોર્ટ મેરેજથી તેમના સંબંધોને ઔપચારિક બનાવ્યા હતા. થોડા સમય પહેલાં જ એન્ડ્રિયાએ તેના પતિ વિનોદ કાંબલી સામે દારૂના નશામાં માથા પર મારવા બદલ FIR દાખલ કરીને હેડલાઇન્સમાં સ્થાન મેળવ્યું હતું.
 યોગરાજ સિંહ
ઘણા ઓછા લોકોને ખબર હશે કે યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પણ તેમના સમયના જાણીતા ક્રિકેટર હતા. જોકે ઈજાના કારણે તેમની ધારણા કરતાં વહેલા તેમની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ. તેઓ એવા ક્રિકેટરોની યાદીમાં પણ સામેલ થઈ ગયા છે જેઓ છૂટાછેડામાંથી પસાર થઈ ચૂક્યા છે. યોગરાજ સિંહે સતવીર કૌર સાથે લગ્ન કરવા માટે તેમની પ્રથમ પત્ની શબમન સિંહને છૂટાછેડા આપી દીધા હતા. શબમન સિંહ બીજું કોઈ નહીં, પણ યુવરાજ સિંહની માતા છે.
મોહમ્મદ અઝહરુદ્દીન
મોહમ્મદ અઝહરુદ્દીન પણ એક સમયે લોકપ્રિય ભારતીય ક્રિકેટર અને કેપ્ટન હતો. 1996માં તેણે પ્રખ્યાત અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા માટે તેની પ્રથમ પત્ની નૌરીનને તલાક આપી દીધા હતા. તેના બીજા લગ્ન લગભગ 14 વર્ષ સુધી ચાલ્યા અને બાદમાં તેણે સંગીતાને પણ છૂટાછેડા આપી દીધા. જો અહેવાલોનું માનીએ તો બીજા છૂટાછેડા બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા સાથે અઝહરના કથિત અફેરને કારણે થયા હતા. જોકે ક્રિકેટરે એને અફવાઓ સિવાય બીજું કંઈ ગણાવ્યું નથી.
 જવાગલ શ્રીનાથ
હાલમાં ICC મેચ રેફરી, જવાગલ શ્રીનાથ એક સમયે ભારતનો જાણીતો ઝડપી બોલર હતો. 1999માં તેણે જ્યોત્સ્ના સાથે લગ્ન કર્યા હતા, જોકે 2007માં આ જોડીએ છૂટાછેડા લીધા હતા. આ પછી એક વર્ષમાં જવાગલે માધવી પતરાવલી નામની પત્રકાર સાથે લગ્ન કર્યા હતા.
6. શિખર ધવન
ધવને 2009માં મેલબોર્ન સ્થિત એશા મુખર્જી સાથે સગાઈ કરી હતી અને 2012માં તેની સાથે લગ્ન કર્યા હતા. શિખર ધવન સાથેના લગ્ન પહેલાં એશાએ ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. જોકે તે તેનાં લગ્નોમાંથી કોઈપણને ટકાવી રાખવામાં સફળ રહી નથી. પાંચમી ઑક્ટોબર 2023ના રોજ શિખર ધવનને આખરે માનસિક ક્રૂરતાના આધારે તેની પત્નીથી છૂટાછેડા આપવામાં આવ્યા. તેમને ઝોરાવર ધવન નામનો પુત્ર છે.

Related Posts

Load more