રાજકોટના ગોંડલમાં યુવાન રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગૂંચવાઈ રહ્યો છે. મૃતક રાજકુમારના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના માણસોએ પુત્રને માર માર્યાનો પિતાએ લગાવ્યો આરોપ લગાવ્યો છે. તેમજ પોલીસ તપાસ પર પણ સવાલો ઉઠાવ્યા છે. રાજકુમાર જાટના પિતાએ ન્યાયની માંગ કરીને કહ્યું કે, પોલીસ મારા પુત્રની શોધખોળ કરવાને બદલે મને ધક્કા ખવડાવી રહી છે. મારો પુત્ર સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરતો હતો. સાથે જ મૃતક યુવકના ટોલનાકા પાસે ચાલીને જતા CCTV પણ વાયરલ થયા છે. તો જ્યારે આ મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે ટ્વીટ કરીને સમગ્ર મામલે CBI તપાસની માંગ કરી છે. આ ઘટનાને જાટ સમાજ સહન નહીં કરે તેવો ઉલ્લેખ તેમણે કર્યો છે. આ ઘટનાને સંસદમાં ઉઠાવવામાં આવશે તેવો દાવો સાંસદે કર્યો છે. પૂર્વ બાહુબલી વિધાયક અને તેના સાગરીતો આ હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ ઉઠ્યો છે. જેમાં 2 માર્ચ 2025ના રોજ પિતા પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા હતા. તો જ્યારે 3 માર્ચના રોજ સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો. પોસ્ટ મોર્ટમ બાદ પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો હતો
ગોંડલમાં યુવકના શંકાસ્પદ મોતનો મામલામાં પૂર્વ ધારાસભ્યના માણસો અને તેના દીકરા દ્વારા પિતા-પુત્રને માર મરાયા હોવાનો પિતાનો આક્ષેપ છે. 2 તારીખે રાત્રે યુવાનને માર મરાયો હોવાનો આરોપ પિતાએ લગાવ્યો. 3 તારીખે વહેલી સવારે દીકરો લાપતા થયો હતો. 4 તારીખે અમદાવાદ હાઈવે પરથી તેની લાશ મળી આવી હતી. જેાં પોલીસે ફેટલ કેસ નોંધી અજાણ્યા યુવકની લાશ પીએમ રૂમ ખાતે મોકલી હતી. યુવકના બહેન બનેવીએ 9 તારીખે રાત્રે યુવકની ઓળખ કરી હતી. યુવકના પિતાએ 10 તારીખે પોતાના પુત્રની લાશ ન હોવાનું રટણ કર્યું અને DNA આપવા પણ તૈયાર થયા હતા. બાદમાં ફરી પિતાએ બોડી જોઈને કહ્યું આ મારો જ પુત્ર છે, પરિવારે મૃતદેહ સ્વીકારવા નિર્ણય કર્યો હતો.
મૃતકના બહેને મીડિયાને ચોંકાવનારી વિગત જણાવી. મૃતકના બહેને કહ્યું કે, ગોંડલ પીઆઈ ગોસાઈ સાથે વાત કરી હતી. પીઆઈ ગોસાઈએ જ જયરાજસિંહ જાડેજાના બંગલોના સીસીટીવી જોયા હોવાનું મને જણાવ્યું હતું. પીઆઈ ગોસાઈએ કહ્યું હતું કે સીસીટીવીમાં યુવકને મારતા દેખાય છે. અમારી cbi તપાસની માંગ છે.