ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે,

By: nationgujarat
20 Jan, 2025

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આગામી મહિનામાં યોજાશે. જે 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 28મી માર્ચ સુધી ચાલશે. સુત્રોની માહિતી પ્રમાણે નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. આ સત્રમાં જંત્રીના દરમાં રાહત મળી તેવી સંભાવના છે. તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવતી હોવાથી સરકાર કેટલાક પ્રજાલક્ષી નિર્ણયો પણ લઈ શકે છે. સાથે જ લોકોને કેટલીક રાહતો પણ આપી શકે છે. ખેડૂતલક્ષી મહત્ત્વ નિર્ણયો લેવાય તેવી પણ ચર્ચા છે. બજેટ સત્રની તારીખનો હુકમ રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યો છે. 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે બજેટસત્રની શરૂઆત થશે.


Related Posts

Load more