રાજ્યસભાની ખાલી પડેલી ત્રણ બેઠક પૈકી બે બેઠક માટે ભાજપે હજુ સુધી નામ જાહેર ના કરતા ભાજપના આંતરીક વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. ગુજરાતમાંથી ખાલી પડેલી ત્રણ બેઠક પૈકી એક બેઠક માટે વિદેશ પ્રધાન એસ. જયશંકરે બે દિવસ પૂર્વે જ ઉમેદવારી નોંધાવી દીધી છે. જો કે બાકીના બે સભ્યો કોણ તે ભાજપની સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી નથી કરી શક્યું.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તેમના ઉમેદવાર જાહેર નથી કરવાની એટલે ભાજપના બંને ઉમેદવાર બિનહરિફ જીતશે.
કેસરીસીંહને મોદીએ ખેસ પહેરાવી પક્ષમાં સામેલ કર્યા હતા અને તેમની આગેવાનીમાં પક્ષને જીત મળી હતી. પીમ મોદી સાથે કસરિસિંહનો પારિવારિંક સબંધ થે, કેસરિસિંહના પિતા પ્રથમ પર્યાવરણ મંત્રી રહી ચુકયા છે.
બાબુભાઈ પહેલા બિલ્ડર હતા
બાબુભાઈ અમદાવાદમાં સોલા રોડ પર રહે છે. રબારી સમાજમાં તેમને ભામાશા કહેવાય છે, મૂળ બિલ્ડર હતા અને તેમાંથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. હાલ સામાજિક પ્રવૃતિ કરી રહ્યા છે. જ્યારે વાંકાનેર વિધાનસભા બેઠક પર જીતુ સોમાણીનું નામ જાહેર થતા સામે કેસરીદેવસિંહ ઝાલા નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ઉપાડ્યું હતું અને બળવો કર્યો હતો.