ગુજરાતમાં નકલીની ભરમાર! નકલી કચેરી,ઘી,ખોરાક,અધિકારીઓ,દવાઓ પછી હવે નકલી ડુપ્લીકેટ જંતુનાશક દવા

By: nationgujarat
18 Jul, 2024

અમરેલી: અમરેલી એસઓજી ની ટીમે અમરેલી સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રસ્તા ઉપર આવેલ એક વાડીમાં બિનઅધિકૃત (ડુપ્લીકેટ)જંતુનાશક દવાઓની બનાવવાની ફેક્ટરી તથા દવાનો સંગ્રહ કરતા એક શખ્સને ઝડપી લીધો છે. અમરેલી એસઓજીની ટીમને એક બાતમી મળતા એસઓજીની ટીમે અમરેલી સાવરકુંડલા બાયપાસ ચોકડી નજીક આવેલ રાધેશ્યામ ચોકડી તરફ જવાના માર્ગે પડશાળા ગેસ ગોડાઉનની સામે આવેલ એક વાડીમાં બિનઅધિકૃત જંતુનાશક દવાઓની બનાવવાની ફેક્ટરી તથા દવાઓનો સંગ્રહ થયેલ હોવાની બાતમી મળતા અમરેલી ખેતીવાડી અધિકારીને સાથે રાખીને આ જગ્યા ઉપર રેડ કરતા બીન અધિકૃત જંતુનાશક દવાનો જથ્થો તથા બનાવવા માટેની સામગ્રી મળી આવી હતીઅમરેલીમાં રહેતા અલ્કેશ ભાનુભાઇ ચોડવડીયાને ઝડપી લઇને જંતુનાશક દવા બનાવવાની સામગ્રી તેમજ મશીનરી, જંતુનાશક દવાની બોટલો કુલ નંગ 876 કુલ રૂપિયા 1288400 મુદ્દામાલ ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Related Posts

Load more