ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ, તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના

By: nationgujarat
09 May, 2025

Gandhinagar News : પહલગામ પર આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને POK સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ તથા ડ્રોનથી સ્ટ્રાઇક કરી હતી. જે બાદ પાકિસ્તાને પણ ભારતના અનેક શહેરો પર મિસાઇલથી હુમલો કરવાના પ્રયાસ કર્યા પરંતુ ભારતીય સેનાએ તમામ પ્રયાસ નિષ્ફળ બનાવ્યા. જે બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરવાને લઈને DGP ઑફિસ દ્વારા 7 મે, 2025ના રોજ આદેશ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજે શુક્રવારે (9 મે, 2025) બધા જ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.


Related Posts

Load more