Related Posts
રાજ્યમાં શરુઆતમાં સારા વરસાદ બાદ પાછળથી વરસાદ ખેંચાતા પાકને નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. પાકને નુકસાન ન જાય તે માટે ખેડૂતો પાકના પાણી પાવાની શરુઆત કરી દીધી છે. તો બીજી હાલમાં જે 8 કલાક વીજળી મળે છે તેના બદલે 10 કલાક આપવાનો નિર્ણય લેવાયો છે. જે બાદ સરકારે ખેડૂતોની માગ સ્વિકારી અને વીજળી 10 કલાક આપવાની જાહેરાત કરાઈ છેકેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજયના ખેડૂતો માટે મોટા ખુશખબર આપ્યા છે. જેમાં રાજયમાં વરસાદી ઘટ વાળા જિલ્લામાં ખેડૂતોને ખેતી માટે 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવાની વાત છે. જે જિલ્લાઓમાં વરસાદની ઘટ છે ત્યાં 10 કલાક વીજળી અપાશે, ઘટવાળા જિલ્લાઓમાં નર્મદાનું પાણી આપવા પણ સૂચના અપાઈ છે.