ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર વિરાટ કોહલી, સેના (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય છે. તેમણે આ દેશોમાં કેપ્ટન તરીકે 7 ટેસ્ટ સદી ફટકારી છે. ગીલે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમા 269 રન કર્યા હતા જેના કારણે ટીમ ઇન્ડિયા 587 રનનો સ્કોર કરી શકી છે બીજા દિવસે ભારતે ઇંગ્લેન્ડની 3 વિકેટ પાડી છે ઇંગ્લેન્ડનો સ્કોર 77-3 છે જેમા 2 વિકેટ આકાશ દિર અને એક વિકેટ મોહમ્મદ સિરાજને મળી છે. ભારતે ઇંગ્લેન્ડના 25 રનના સ્કોરમા જ 3 વિકેટ પાડી દિધી હતી.
ગીલ અને જયસ્વાલ વચ્ચે 66 રનની પાર્ટનરશીપ થઇ પછી ગીલ અને જાડેજા વચ્ચે 203 રન, ગીલ અને સુંદર વચ્ચે 144,ગીલ અને દિપ વચ્ચે 16 રનની ભાીગીદારી જોવા મળી હતી.
મોહમ્મદ અઝહરુદ્દીન
ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન આ યાદીમાં બીજા ક્રમે છે. તેમણે સેના દેશોમાં કેપ્ટન તરીકે 5 ટેસ્ટ સદી ફટકારી છે.
શુભમન ગિલ
શુભમન ગિલે ઇંગ્લેન્ડ પ્રવાસથી જ પોતાની ટેસ્ટ કેપ્ટનશીપ શરૂ કરી હતી. બીજી ટેસ્ટ હજુ પણ એજબેસ્ટન ખાતે ચાલી રહી છે પરંતુ ગિલ સેના દેશોમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા ભારતીય કેપ્ટનોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતની પહેલી ઇનિંગ દરમિયાન તેણે 269 રનની મેરેથોન ઇનિંગ રમી હતી. આ તેની કારકિર્દીની પહેલી બેવડી સદી પણ છે. ગિલે લીડ્સ ટેસ્ટમાં પણ 147 રનની ઇનિંગ રમી હતી.
સચિન તેંડુલકર
મહાન સચિન તેંડુલકરે પણ સેના દેશો સામે કેપ્ટન તરીકે 2 સદી ફટકારી છે.
સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલીએ સેના દેશોમાં કેપ્ટન તરીકે 2 ટેસ્ટ સદી ફટકારી છે.
અજિંક્ય રહાણે
ભારતીય ટીમની બહાર રહેલા અજિંક્ય રહાણેએ પોતાની કેપ્ટનશીપ હેઠળ સેના દેશોમાં ટેસ્ટ સદીનો ખાતું ખોલાવ્યું છે. તેમના નામે આવી એક સદી છે.
સુનિલ ગાવસ્કર
મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ સેના દેશોમાં કેપ્ટન તરીકે સદી ફટકારી છે. તેમના નામે આવી એક સદી છે.