ક્યારે છે દેવપોઢી અગિયારસ? ચાર મહિના સુધી નહીં થઈ શકે માંગલિક કાર્યો

By: nationgujarat
28 Jun, 2025

Devshayani Ekadashi 2025: હિન્દુ કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે. કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા પૂર્ણ થાય છે. આ એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે.

દેવપોઢી એકાદશી બાદ ચાર મહિના સુધી કોઈ માંગલિક કાર્ય થઈ શકતા નથી. જેમ કે, યજ્ઞોપવીત સંસ્કાર, લગ્ન, દીક્ષાગ્રહણ, યજ્ઞ, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે. જેમાં કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી. એવું કહેવાય છે કે, ચાતુર્માસનો પ્રારંભ થતાં જ ભગવાન વિષ્ણુ ધરતી પરના કાર્યો ભગવાન શિવને સોંપીને તેઓ વિશ્રામ માટે જતા રહે છે, એટલે આ દરમિયાન શિવ આરાધનાનું મહત્ત્વ ઘણું વધારે છે. શ્રાવણ મહિનામાં જ ચાતુર્માસમાં આવે છે એટલે આ મહિનામાં શિવની આરાધના લાભદાયી હોય છે.

આ વખતે દેવપોઢી એકાદશી 6, જુલાઈ 2025ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ચાતુર્માસ પણ શરુ થઈ જાય છે એટલે હવે 6 જુલાઈથી લગભગ 4 મહિના સુધી માંગલિક કાર્યો નહીં થાય. ચાતુર્માસ દરમિયાન પૂજા-પાઠ, કથા, અનુષ્ઠાનથી સકારાત્મક ઉર્જા મળે છે. ચાતુર્માસમાં ભજન-કીર્તન, સત્સંગ, કથા વગેરે ભગવાન માટે સારો સમય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના વિશ્રામ કરવાથી દરેક પ્રકારના માંગલિક કાર્યો રોકાઈ જાય છે. આ સમયગાળામાં ચાતુર્માસ પણ કહેવામાં આવે છે.


Related Posts

Load more