દિલ્હીમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના ઘરે ભાજપ અને RSSની બેઠક મળી હતી. રાજનાથ સિંહના ઘરે 5 કલાક સુધી BJP-RSS નેતાઓની બેઠક ચાલી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અને કાર્યકારી અધ્યક્ષને લઇને ચર્ચા કરવામાં આવી છે.
અમિત શાહ-નડ્ડા પણ બેઠકમાં રહ્યાં હાજર
બેઠકમાં BJP તરફથી અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા હાજર રહ્યાં હતા. RSSમાંથી દત્તાત્રેય હોસબલે અને અરુણ કુમાર બેઠકમાં સામેલ થયા હતા. સુત્રો અનુસાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપના અધ્યક્ષ બન્યા રહી શકે છે. જોકે, જેપી નડ્ડા કેટલાક મહિના માટે જ અધ્યક્ષ રહી શકે છે.એક પૂર્વ મુખ્યમંત્રી પણ ભાજપના કાર્યકારી અધ્યક્ષ પદની રેસમાં છે.
અધ્યક્ષ પદની સાથે જેપી નડ્ડા હેલ્થ મંત્રાલય સંભાળી રહ્યાં છે
મહત્ત્વપૂર્ણ છે કે જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ ચૂંટાયા છે. 2024 લોકસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં તે સ્વાસ્થ્ય, રસાયણ અને ખાતર મંત્રાલય સંભાળી રહ્યાં છે. એવામાં પાર્ટી ફરી એક વખત કેટલાક મહિના માટે જેપી નડ્ડાને રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રાખી શકે છે.
કેવી રીતે થાય છે ભાજપના અધ્યક્ષની ચૂંટણી?
એવામાં સવાલ ઉભો થાય છે કે ભાજપમાં અધ્યક્ષની ચૂંટણી કેવી રીતે થાય છે? મહત્ત્વપૂર્ણ છે કે પાર્ટી બંધારણ હેઠળ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવે છે. પાર્ટીના ઈલેક્ટોરલ કોલેજ પ્રમુખની પસંદગી કરે છે. ઈલેક્ટોરલ કોલેજમાં રાષ્ટ્રીય અને રાજ્ય પરિષદના સભ્યો હોય છે. રાષ્ટ્રીય કાર્યકારિણીના ઓછામાં ઓછા 20 સભ્યો નામનો પ્રસ્તાવ મૂકે છે.
આ વર્ષે 4 રાજ્યમાં ચૂંટણી
મહત્ત્વપૂર્ણ છે કે વર્ષ 2024માં 4 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આગામી કેટલાક મહિનામાં હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી છે. જમ્મુ કાશ્મીરમાં પણ આ વર્ષે ચૂંટણી કરાવવાની તૈયારી છે. જમ્મુ કાશ્મીરમાં 2018થી સરકાર નથી. 4 રાજ્યની ચૂંટણીને લઇને ભાજપના અધ્યક્ષની ભૂમિકા પણ વધી જશે.