કોણ ફેંકવાનું હતું સેમિફાઈનલની છેલ્લી ઓવર? શિવમ દુબેએ કહી અંદરની વાત, કહ્યું કે….

By: Nation Gujarat Team
07 Mar, 2026
અમદાવાદ: 2026 ટી20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં ભારતે પહેલા બેટિંગ કરતાં 253 રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. તેમ છતાં ટીમ ઇન્ડિયાને જીત માટે ભારે મહેનત કરવી પડી. કેમ કે ઇંગ્લેન્ડના બેટ્સમેન મજબૂત ઇરાદાઓ સાથે મેદાને ઉતર્યા હતા. જેકબ બેથલે 105 રન બનાવ્યાં, પરંતુ જસપ્રીત બુમરાહે મહત્ત્વના સમયે 2 ઓવર ફેંકી અને મેદાનમાં મેચ ટીમ ઇન્ડિયાની તરફેણમાં કરી દીધી. આ વચ્ચે શિવમ દુબેએ છેલ્લી ઓવર ફેંકી હતી. પરંતુ શું તે પહેલાથી જ નક્કી હતું કે, છેલ્લી ઓવર શિવમ દુબે ફેંકશે?
છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 30 રન બનાવવાના હતા. 35 બોલમાં સદી ફટકારનાર જેકબ બેથલ હજુ પણ ક્રિઝ પર હતો, એટલે એક ઓવરમાં 30 રન બનાવવા અશક્ય નહોતા. છેલ્લી ઓવરનો ભાર શિવમ દુબેને મળ્યો. સારી વાત એ રહી કે, તેણે પહેલા જ બોલ પર જેકબ બેથલને આઉટ કરીને ભારતની જીત ફાઇનલ કરી દીધી. એ વાત અલગ છે કે, જોફ્રા આર્ચરે શિવમ દુબેની ઓવરમાં 3 છગ્ગા ફટકાર્યા.
BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દુબેએ જણાવ્યું કે, “હું જાણતો હતો કે, ઓવરના પહેલા 2 બોલ સૌથી મહત્ત્વપૂર્ણ હશે કેમ કે, 2 બોલ સારા ફેંકાય તો મેચ અમારી ઝોળીમાં આવી જાય. એ પહેલાથી જ નક્કી હતું કે છેલ્લી ઓવર મારા ભાગે જ આવવાની છે. હું ગભરામણ અનુભવી રહ્યો હતો. વર્લ્ડ કપની સેમિફાઇનલમાં છેલ્લી ઓવર ફેંકવી હંમેશાં પડકારજનક હોય છે.”
દુબેએ આગળ કહ્યું, “બેથલ સદી પૂરી ચૂક્યો હતો, એટલે મને અંદાજ હતો કે, છેલ્લી ઓવર ફેંકવી સરળ નહીં હોય. મેં પોતાના પર વિશ્વાસ બનાવી રાખ્યો અને પોતાની ક્ષમતા પર ભરોસો કર્યો. તમને જણાવી દઈએ કે, શિવમ દુબેએ આ સેમિફાઇનલ મેચમાં 25 બોલમાં 43 રનની બહુમૂલ્ય ઇનિંગ રમી હતી.

Related Posts

Load more