કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના પક્ષીઓ હવે ‘આકાશમાં ઉડશે’, ‘ઝુ’ બનશે વૉક ઈન એવરી

By: nationgujarat
07 Jul, 2025

અમદાવાદ : અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયને વોક ઇન એવરી બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત કાંકરીયા પ્રાણીસંગ્રહાલયમાં મોટા પક્ષીઓ સરળતાથી ઉડી શકે અને મુલાકાતીઓ તેમને ઉડતા જોઈ શકે તે માટે વોક ઇન એવરી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ( DPR ) તૈયાર કરવો, ડિઝાઇન તૈયાર કરવી, ટેન્ડર પ્રક્રિયા વગેરે કામગીરી માટે કન્સલ્ટન્ટ અને નિમણૂક કરવા રી – ક્રિએશનલ કમિટીમાં દરખાસ્ત અને મંજૂરી કરવામાં આવી છે.

ક્રિએશનલ કમિટીના ચેરમેને જણાવ્યું : આ મુદ્દે રી – ક્રિએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1951માં જ્યારે ‘ઝુ’ ની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે પક્ષીઓ માટે નાના પાંજરા બનાવવામાં આવ્યા હતા. જેના કારણે તેઓ ઊંચો ઉડાન લઈ શકતા નથી અને મુલાકાતીઓ પણ તેમને યોગ્ય રીતે નિહાળી શકતા નથી. હાલમાં પાંજરા બહુ જ જૂના થઈ ગયા છે. તેમાં કાટ પણ લાગી ગયો છે. હવે ‘ઝુ’માં આધુનિક અને ખુલ્લી માળખાકીય રચનાવાળા વોક ઈન એવરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં જેટલા પણ પક્ષીઓના પાંજરા જર્જરિત છે, જૂના થઈ ગયા છે. તેના માટે આ વખતે વોક ઇન એવરી બનાવવા માટેના નિર્ણય લેવામાં આવ્યા છે. જેની અંદર નાગરિકો અંદર જઈને અલગ અલગ પક્ષીઓને જોઈ શકશે. પશુ – પક્ષીઓ સાથે માનવી પસાર થઈ શકે એ પ્રકારની એવરી બનાવવાનું કામ રી- ક્રિએશનલ કમિટીમાં મંજુર કરવામાં આવ્યું છે. અંદાજિત 24 કરોડનું આ કામ છે. આ કામના કન્સનટન્ટની નિમણૂકનું નામ મંજૂર કરવામાં આવ્યું છે.

ફ્લાય પક્ષીઓ અને હાઈફલાય પક્ષીઓ : વોકિંગ એવરી એક મોટા ડોમ હોય છે. આ ડોમ ઉપરથી બંધ હોય છે. આ ડોમની અંદર બે બાજુથી એન્ટ્રી અને એક્ઝિટ હોય છે. આમાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જેમાં ખૂબ જ નાના પક્ષીઓ મીડીયમ પક્ષીઓ ફ્લાય પક્ષીઓ અને હાઈફલાય પક્ષીઓ રાખવામાં આવશે. જેમાં વેટલેન્ડમાં રહેતા પક્ષીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આમ પાંચ થી છ પ્રકારના પક્ષીઓ અલગ અલગ જગ્યાઓ રાખવામાં આવશે. એનું સ્ટેટમેન્ટ બનાવવામાં આવશે. એ ખૂબ જ સારી વોકિંગ એવરી બનાવવામાં આવે છે.


Related Posts

Load more