ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી માર્કસ સ્ટોઈનિસને કેપ્ટનશિપની જવાબદારી મળી.

By: nationgujarat
11 Dec, 2024

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી માર્કસ સ્ટોઈનિસને ટીમની મહત્વની જવાબદારી મળી છે. ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય T-20 લીગ ‘બિગ બેશ લીગ’ (BBL) ટીમ મેલબોર્ન સ્ટાર્સે માર્કસ સ્ટોઈનિસને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે મેલબોર્ન સ્ટાર્સે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને ફુલ ટાઈમ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આ વાતની જાહેરાત ખુદ ટીમે સોશિયલ મીડિયા પર કરી છે.

BBLની શરૂઆત પહેલા મેલબોર્ન સ્ટાર્સે આ મોટો નિર્ણય લીધો છે. ટીમે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી સ્ટોઈનિસની તસવીર શેર કરી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મેલબોર્ન સ્ટાર્સ પાસે નવો ફુલ ટાઈમ કેપ્ટન છે. #BBL’. નોંધનીય છે કે સ્ટોઇનિસે મેલબોર્ન સ્ટાર્સમાં તેના દેશબંધુ ગ્લેન મેક્સવેલની જગ્યા લીધી છે. અગાઉ આ ટીમની કમાન મેક્સવેલના હાથમાં હતી. તમને જણાવી દઈએ કે સ્ટોઈનિસ આ ટીમની કમાન્ડ કરી ચૂક્યા છે. પરંતુ હવે તે પૂર્ણ સમયનો કેપ્ટન બની ગયો છે. કેપ્ટન બન્યા બાદ સ્ટોઈનિસે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આખી સિઝન માટે ટીમની કેપ્ટનશિપ કરવી મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.

BBLની આગામી સિઝન 15 ડિસેમ્બરથી શરૂ થશે.
બિગ બેશ લીગ એટલે કે BBL ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય T-20 લીગ છે. તેની શરૂઆત વર્ષ 2011માં કરવામાં આવી હતી. તેની આગામી સિઝન 15 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે, જેમાં 8 ટીમો રમતા જોવા મળશે. અને તે 27 જાન્યુઆરી 2025 ના રોજ સમાપ્ત થશે. ખાસ વાત એ છે કે નવી સિઝનની પ્રથમ મેચમાં માત્ર મેલબોર્ન સ્ટાર્સ જ ભાગ લેશે. પર્થ સ્ટેડિયમમાં તેનો સામનો પર્થ સ્કોર્ચર્સ સાથે થશે. તમને જણાવી દઈએ કે સિડની સિક્સર્સ BBLની વર્તમાન ચેમ્પિયન છે જેણે ત્રણ વખત ટાઈટલ જીત્યું છે.IPLમાં પંજાબે સ્ટોઈનિસને 11 કરોડમાં ખરીદ્યો હતો.
માર્કસ સ્ટોઇનિસ બિગ બેશ લીગ 2024-25 બાદ IPL 2025માં પણ જોવા મળશે. તે કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ માટે છેલ્લી સીઝન રમ્યો હતો. જ્યારે આગામી સિઝનમાં તે પંજાબ કિંગ્સ માટે મેદાનમાં ઉતરશે. 35 વર્ષીય સ્ટોઇનિસને પ્રીતિ ઝિન્ટાની સહ-માલિકીની ટીમ પંજાબ કિંગ્સે 11 કરોડ રૂપિયા ચૂકવીને કરારબદ્ધ કર્યા છે.


Related Posts

Load more