ઓઢવમાં પોતાનું પાપ છુપવવા માટે તાજી જન્મેલી બાળકીને ખારીકટ કેનાલમાં વહેતી કરી દેવામાં આવી હતી કેનલના વહેતા પ્રદુષિત પાણીમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ૨અજાણી મહિલા અને પુરુષ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ઓઢવમાં રહેતો યુવક આજે બુધવારે સવારના સમયે તેઓ ઓઢવ સીએમસીથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ખારીકટ કેનાલ પાસે કેટલાક લોકોનું ટોળુ ભેગું થયેલું હતું જેથી યુવકે ત્યાં જઇન જોયું તો ફાયરબ્રિગેડ તથા પોલીસનો સ્ટાફ હાજર હતો ત્યાં હાજર લોકો પાસીથી જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા સ્ત્રી-પુરુષે બાળકીનો જન્મ છુપાવવા માટે તાજુ જન્મેલ નવજાતને ખારીકટ કેનાલમાં નાખી દીધું હતું
પોલીસ તપાસમાં નવજાત બાળકીનું મોત થયુંં હતું ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢીને પોલીસને સુપરત કર્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ૨અજાણી મહિલા અને પુરુષ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.