ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું, ગાંધીનગરથી 27 કિ.મી. દૂર કેન્દ્ર

By: nationgujarat
03 May, 2025

Gujarat Earthquake: ગુજરાતમાં શનિવારે (ત્રીજી મે) વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. (ISR) ઈન્સ્ટીટ્યુટ ઑફ સિસમોલૉજી રીસર્ચે જાણકારી આપતા જણાવ્યું કે, વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં 3.4ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, આંચકો તેજ નહતો. તેથી કોઈ જાનહાનિ કે માલહાનિ નોંધાઈ નથી.

ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર? 

આ ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના બનાસકાંઠાના વાવમાં જણાવવામાં આવ્યું છે. જે ગાંધીનગરથી ફક્ત 27 કિલોમીટરની દૂરી પર છે. શનિવારે સવારે 3:35 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. વાવમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી 4.9 કિલોમીટર નીચે નોંધાયું હતું.


Related Posts

Load more