ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: અલ્મોડામાં બસ ખીણમાં ખાબકી, 15થી વધુના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત

By: nationgujarat
04 Nov, 2024

ઉત્તરાખંડના અલ્મોડામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. માર્ચુલા નજીક એક બસ ખીણમાં પડી જતાં દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ હોવાના અહેવાલો મળ્યા છે. ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી છે.

મીડિયા સુત્રો અનુસાર, નૈની ડાંડાથી રામનગર જઈ રહેલી એક બસ આજે સવારે અચાનક ખીણમાં ખાબકી હતી. ગીત જાગીર નદીના કિનારે ખાબકેલી આ બસમાં સવાર 15 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત છે. આ બસમાં 40 મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. બચાવ કામગીરી હજી ચાલુ છે.42 સીટરની આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતાં. દુર્ઘટના સમયે અમુક મુસાફરો જીવ બચાવવા બારીમાંથી બહાર કૂદી ગયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અલ્મોડા બસ અકસ્માત અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અલ્મોડાના ડીએમ સાથે ફોન સાથે પર વાચ કરી ઘટનાની માહિતી મેળવી હતી. તેમજ બચાવ અને રાહત કામગીરી ઝડપથી કરવા નિર્દેશ કર્યો હતો.


Related Posts

Load more