ઇઝરાયલના પ્રધાનમંત્રી બેઇન્જામિન નેત્યાનાહુ 7 જૂલાઇએ વ્હાઇટ હાઉસ મા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. એવ સંભળાય છે કે આ બેઠકમા બંને નેતા ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ના મુ્દા પર વાત કરશે. રાજકીય પંડિતોનુ માનવુ છે એ બેઠક મધ્ય પુર્વમા શાંતિ સ્થાપવા ટ્રમ્પનો એક પ્રયાસ હોઇ શકે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS) ના વરિષ્ઠ સલાહકાર અને મધ્ય પૂર્વ નિર્દેશક મોના યાકુબિયનએ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં યુદ્ધવિરામને પ્રાથમિકતા આપી રહ્યા છે અને આ મુદ્દો બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં ટોચ પર રહેશે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ઘણા દિવસોથી આ દિશામાં સંકેતો આપી રહ્યા છે.
દરમિયાન, હમાસે પણ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ યોજના પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવ્યું છે અને કહ્યું છે કે તે વાટાઘાટો માટે તૈયાર છે. આ યોજના બંધકોને મુક્ત કરવા અને સંઘર્ષનો અંત લાવવા પર વાટાઘાટોનો પ્રસ્તાવ મૂકવામા આવી શકે છે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ નેતન્યાહૂ સાથે ઈરાન અંગે ચર્ચા કરશે. મોના યાકુબિયનના મતે, ટ્રમ્પ અને નેતન્યાહૂ બંને ઈરાન પર સમાન વિચારો ધરાવે છે અને અગાઉ બંનેએ સાથે મળીને લશ્કરી કાર્યવાહી કરી છે. આવી સ્થિતિમાં, એવી શક્યતા છે કે બંને નેતાઓ ભવિષ્યની રણનીતિ પર એકજૂથ વલણ અપનાવશે.