ફરી કોરોનાની યાદ આવે તેવા દિવસો આવ્યા છે. ચીનના HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ છે. બેંગલોરમાં HMPV વાયરસનો કેસ નોંધાયો છે. 8 મહિનાની બાળકી HMPV વાયરસ પોઝિટિવ સાંપડી છે. ત્યારે નવા વાયરસ HMPV ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક બની છે. ગુજરાતના આરોગ્ય વિભાગે નવા વાયરસને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં નાગરિકોએ શું કરવું, શું ન કરવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જણાવાયું છે. ચીનમાં HMPV વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. ચીનના કેટલાક પ્રાંતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અને આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી. લક્ષણો જણાય તો ડોક્ટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. રાજ્યમાં હાલના તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે. તો બીજી તરફ, ભારતના સ્વાસ્થય વિભાગે કહ્યું કે, અમે અમારી લેબમાં ટેસ્ટ નથી કર્યો. ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં કેસ સામે આવ્યો છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું કે, ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરા (HMPV) ના પ્રકોપ અંગે વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. DGHS, NCDC. MoH&FW અને ભારત સરકારશ્રી દ્વારા તા.૦૩/૦૧/૨૦૨૫ ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે મેટાન્યુમોવાઈન્સ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને કલુનો સમાવેશ થાય છે.
હાલમાં ગુજરાતમાં માનવ મેટાન્યુમોવાઈરસ (HMPV)નો કોઈ કેસ નોંધાયેલ નથી. આરોગ્ય વિભાગે રાજ્યમાં હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે. જેમાં ડિસેમ્બર ૨૦૨૩ ની સરખામણીએ ડિસેમ્બર ૨૦૨૪માં કોઈ નોંધપાત્ર વધારો જણાયેલ નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વાનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા વિનંતી કરે છે.
શું કરવું (Do’s):
શું ન કરવું (Don’ts):