સાયબર છેતરપિંડી કરનારાઓ ગ્રાહકને સપોર્ટના નામે માહિતી માંગે છે. તેઓ વ્યાજ દર ઘટાડવા જેવા પ્રલોભનો આપે છે. વાસ્તવિક બેંકિંગ અધિકારીઓ ક્યારેય ખાતાની માહિતી પૂછતા નથી.
ઘણી વખત ચાલબાજો કસ્ટમર સપોર્ટ હોવાનો ઢોંગ કરીને બેંકમાંથી બોલુ છું તેમ કહી ફોન કરે છે. જ્યારે તમે ફોન ઉપાડો છો, ત્યારે કોઈ છોકરો અથવા છોકરી તમારી સાથે ખૂબ જ નરમ અવાજમાં વાત કરે છે અને પછી તમને કહે છે કે તે બેંકના કસ્ટમર રિલેશનશિપ ઓફિસર બોલુ છુ.
એટલું જ નહીં આ પછી તેઓ તમારા બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને તમારા ક્રેડિટ કાર્ડ હિસ્ટ્રીની પણ પ્રશંસા કરે છે.
કસ્ટમર સપોર્ટ વાળો વ્યક્તિ તમને કહે છે કે તેઓ તમને ઓછા વ્યાજ દરો પર લોન ઓફર કરે છે. આ પછી તે તમને વિવિધ પ્રકારના પ્રલોભન આપે છે અને તમને જરૂરી માહિતી શેર કરવાની અપીલ પણ કરે છે.
બેંકિંગ અધિકારી કે કૌભાંડી, કેવી રીતે ઓળખવું?
ક્યારેક તમને બેંકિંગ ઓફિસરનો નંબર પણ આવી શકે છે. આને ઓળખવાની રીત એ છે કે બેંકિંગ અધિકારીઓ તમને તમારા ખાતા સંબંધિત માહિતી શેર કરવા માટે ક્યારેય કહેતા નથી. આ સિવાય કાર્ડ સંબંધિત કોઈપણ માહિતી નથી માગતા. પરંતુ સ્કેમર્સ તમને લાલચ આપીને આ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે.
આવી રીતે ફસાય છે
ખરેખર જ્યારે તમને બેંકિંગ મેનેજરનો કોલ આવે છે, ત્યારે તે તમને બેંક સંબંધિત માહિતી આપે છે – જેમ કે બેંકમાં આવવું અને KYC કરાવવું, નંબર અપડેટ કરવો વગેરે. પરંતુ જ્યારે સ્કેમર્સ ફોન કરે છે, ત્યારે ગભરાવે છે કે જો તમે હવે આ કામ પૂર્ણ નહીં કરો તો તમારું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે.
જાણો તેનાથી બચવાનો ઉપાય
તમને જણાવી દઈએ કે જો તમે છેતરપિંડીથી બચવા માંગો છો, તો કોઈ પણ અજાણ્યા વ્યક્તિને કોઈ અંગત માહિતી આપવાનું ટાળો. આ સિવાય કોઈપણ કોલ ઉપાડતા પહેલા ચેક કરો કે કોલ કરનાર કોણ છે અને તે ક્યાંથી કોલ કરી રહ્યો છે. એટલું જ નહીં, હંમેશા બેંકના સત્તાવાર નંબર પર જ કોલ કરો.