Shani Dev Number: 8 ઓગસ્ટ 2024 અને ગુરુવારનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે આઠમા મહિનાની 8 તારીખ છે અને વર્ષ 2024 નો ટોટલ આંક પણ આઠ થાય છે. આ રીતે આજની તારીખમાં 888 નંબરનો સંયોગ બની રહ્યો છે. જેને અંકશાસ્ત્રમાં પાવરફુલ એન્જલ નંબર માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર 888 એન્જલ નંબરનો યોગ મનની ઈચ્છા પૂરી કરનાર હોય છે. આ સંયોગમાં કોઈપણ વ્યક્તિ પોતાના મનની ઈચ્છા પૂરી કરી શકે છે.
શનિનો અંક 8
જ્યોતિષશાસ્ત્રમાં જે રીતે દરેક રાશિનો સ્વામી ગ્રહ હોય છે તે રીતે અંકશાસ્ત્રમાં દરેક અંક કે મૂળાંકનો પણ સ્વામી ગ્રહ હોય છે. જેમાં અંક 8 શનિદેવનો અંક છે. શનિદેવને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે, તેથી મૂળાંક 8 સાથે સર્જાયેલો આ યોગ એ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો કરાવી શકે છે જેમનો મૂળાંક 8 હોય અથવા તો જેની રાશિ શનિની રાશિ હોય. આ રાશિના લોકોને અપાર સફળતા તેમજ ધન પ્રાપ્ત થઈ શકે છે.
888 એન્જલ નંબર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય
888 દુર્લભ સંયોગ 3 રાશિવાળા લોકોને વિશેષ લાભ કરાવશે. આ ત્રણ રાશિ છે તુલા, મકર અને કુંભ. શનિ તુલા રાશિમાં ઉચ્ચના હોય છે અને મંગળ તેમજ કુંભ રાશી શનિની રાશિ છે. તેથી આ 3 રાશીના લોકોને શનિ કૃપાથી વિશેષ લાભ થશે. જીવનમાં ધન અને સફળતા મળશે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે કાળા તલ, કાળા કપડા, જૂતા-ચપ્પલ વગેરેનું દાન કરવું. આ સિવાય પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો.
લાયન ગેટ પોર્ટલ શું છે ?
દર વર્ષે ઓગસ્ટ મહિનામાં પૃથ્વી, સિરીયસ અને ઓરિયન તારામંડળની એક સીધમાં આવે છે. આ મહત્વની જ્યોતિષીય ઘટના છે. તેને લાયન ગેટ પોર્ટલ કહેવાય છે. આ ઘટના એક પાવરફુલ એનર્જીનું પોર્ટલ બનાવે છે જેના સ્વામી સૂર્ય છે. આજે એટલે કે 8 ઓગસ્ટે પણ લાયન ગેટ પોર્ટલ 888 બની રહ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. નેશન ગુજરાત તેની પુષ્ટિ કરતું નથી.)