આજે ભારત – આફ્રિકાની મેચ, આ ખિલાડીઓ પર રહેશે નજર તો કેવી રહેશે પીચ જાણો

By: nationgujarat
04 Nov, 2023

રવિવારના રોજ વિશ્વકપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચકોલકતાના ઇડન ગાર્ડનમાં રમાવવાની છે. આ મેચ બંને મબજૂત ટીમ સામે રમાશે એટલે રોમાંચીત રહેશે તેમા નવાઇ નહી, વિશ્વકપમાં હાલ આ બંને ટીમ ફાઇનલમાં પહોચવાની પ્રબળ દાવેદારી નોંધાવે છે એટલે આ મેચ ફાઇનલ પહેલાની ફાઇલનલ સાબિત થશે.  વિશ્વકપમાં ભારત ટેબલ  પોઇન્ટ પર સૌથી પહેલા ક્રમે છે તો આફ્રિકા બીજા ક્રમે છે. છેલ્લી પાંચ મેચ ભારત એક પણ નથી હાર્યુ તો સામેઆફ્રિકા એક મેચ હારી ગયુ હતું.

ભારતીય ટીમ તરફથી મચમાં કોના પર રહેશે નજર

કોહલી, રોહીત,બુમરાહ, શમી આ ચાર ખિલાડી પર કાલે સૌની નજર હશે જો બેટીંગ માં કોહલી અને રહીત સારુ પ્રદર્શન કરશે તો આફ્રિટાને અઘુર સાબિત થશે. તો બીજી તરફ શમી અને બુમરાહ ટીમ ઇન્ડિયાનો મજબૂત પાયો છે તેમની પર કાલે કેવી બોલિંગ કરશે તેના પર નજર રહેશે, ટીમને જીત અપાવવામાં આ બંનેનો મહ્તવનો રોલ સાબિત થશે

આફ્રિકા તરફથી મેચમાં કોના પર રહેશે નજર

ડિકોક, મારક્રમ, યાનસન, કેશવ મહારાજ પહ રહેશે નજર . ભારતે મેચ જીતવી હશે કે આફ્રિકાને ટુકા સ્કોરમાં રોકવી હશે તો ડિકોક અને મારક્રમની વિકેટ ઝપથી લેવી પડશે તો ભારતીય બેટરોએ આફ્રિકન બોલર સામે રમવા ગેમ પ્લાન પ્રમાણે જ રમવુ પડશે.  ફિલ્ડીગથી આફ્રિકાની ટીમ 30 રન તો રોકી લેશે  એટલે  સ્કોર પણ એ રીતે કરવો પડશે.

ભારત અને આફ્રિકા સામે છેલ્લી 5 મેચ ના પરિણામ જોઇએ તો 2 માં ભારત અને 3 માં આફ્રિકા જીત્યુ છે. ટીમ ઇન્ડિયામાટે કાલે કોઇ ફેરબદલ કરવામાં આવશે કે કેમ તે પણમહત્વનો સવાલ છે.પંડયા હવે વિશ્વકપથી બહાર થયો છે તેની જગ્યા પ્રસિદ્ધ કુષ્ણાને ટીમમાં સ્થાન મળ્યુ છેતેથી શું કાલે તેને અંતિમ 11 મા લેશે કે કેમ તેમજ ઇશાન કિશન કે અશ્વીનને રમાડશે  કે કેમ તે પણ સવાલ થઇ રહ્યો છે.

કેવી રહેશે પીચ

ICC ODI વર્લ્ડ કપ 2023માં ઈડન ગાર્ડન્સ ખાતે બે મેચ રમાઈ છે. ઘણીવાર જોવામાં આવ્યું છે કે આ મેદાન પર હાઈ સ્કોરિંગ મેચો થાય છે પરંતુ છેલ્લી બે મેચમાં આવું કંઈ જોવા મળ્યું નથી.

આવી સ્થિતિમાં બેટિંગ માટે યોગ્ય ગણાતી આ પીચ પર ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મેદાનના આંકડા પણ પ્રથમ બેટિંગ કરનાર તરફ ઈશારો કરે છે. ઈડન ગાર્ડન્સ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 37 ODI મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન પ્રથમ બેટિંગ કરનારી ટીમે 21 મેચમાં જીત મેળવી છે. માત્ર 15 વખત ટાર્ગેટનો પીછો કરનાર ટીમને સફળતા મળી છે.

આ મેદાનના સરેરાશ સ્કોર વિશે વાત કરીએ તો પ્રથમ દાવમાં 240 રન જ્યારે બીજી ઇનિંગમાં 201 રન થયા હતા. ઈડન ગાર્ડન્સના મેદાન પર સૌથી મોટો સ્કોર 404 રન છે અને તે ભારતે શ્રીલંકા સામે બનાવ્યો હતો.

 


Related Posts

Load more