આજે ચેન્નાઇ સામે કોલકત્તાની ટક્કર, ચેપૉકની પીચ કોણે કરે છે મદદ, કેવી હશે બન્નેની પ્લેઇંગ ઇલેવન, જાણો

By: nationgujarat
08 Apr, 2024

MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં IPL 2024 ની 22મી મેચમાં આજે (8 એપ્રિલ, સોમવાર) ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો આમને સામને ટકરાશે. આ મેચ દ્વારા ચેન્નાઈની ટીમ જીતની સંખ્યા વધારવા માંગે છે, જ્યારે કેકેઆર તેની જીતનો સિલસિલો ચાલુ રાખવા માંગે છે. KKRએ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાં તેણે ત્રણેયમાં જીત મેળવી છે.

ચેન્નાઈએ આ સિઝનમાં 4 મેચ રમી છે, જેમાં તેણે 2 જીતી છે અને 2 હારી છે. આવી સ્થિતિમાં બંને ટીમો આજે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બંને ટીમો મેચ માટે સંપૂર્ણ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવા ઈચ્છે છે. તો ચાલો જાણીએ કે આ મેચ માટે ચેન્નાઈ અને કોલકાતાની પ્લેઈંગ ઈલેવન શું હોઈ શકે છે, મેચની આગાહી અને ચેપોક તરીકે પ્રખ્યાત એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ રિપોર્ટ કેવો છે.

પીચ રિપોર્ટ 
વાસ્તવમાં, ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ સ્પિનરોને મદદ કરવા માટે જાણીતું છે, પરંતુ આ સિઝનમાં અહીં પિચનું એક અલગ જ રૂપ જોવા મળ્યું છે. હવે અહીં રમાયેલી બંને મેચમાં ઝડપી બોલરોને મદદ મળી છે, જ્યારે સ્પિનરો સંઘર્ષ કરતા જોવા મળ્યા છે.

ટી-20 ક્રિકેટના દૃષ્ટિકોણથી અહીંની પીચ સંતુલિત છે, પરંતુ છેલ્લી બંને મેચમાં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો છે. ચેન્નાઈએ અહીં બંને મેચમાં મોટો સ્કોર કર્યો હતો. બેંગલુરુ સામે રમાયેલી મેચમાં ચેન્નાઈએ સરળતાથી 173 રનનો પીછો કર્યો હતો. આ પછી, CSKએ ગુજરાત સામે પ્રથમ બેટિંગ કરી અને બોર્ડ પર 206 રન બનાવ્યા હતા.

મેચ પ્રિડિક્શન 
આ સિઝનમાં કોલકાતાની ટીમ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમે ત્રણેય મેચમાં શાનદાર જીત નોંધાવી છે. પ્રથમ મેચમાં KKRએ હૈદરાબાદને, બીજી મેચમાં બેંગલુરુ અને ત્રીજી મેચમાં દિલ્હીને હરાવ્યું હતું. બીજી તરફ ચેન્નાઈ બે મેચ હારી છે. આવી સ્થિતિમાં, અમારું અનુમાન મીટર કહે છે કે કેકેઆર આજની મેચમાં પણ પ્રભાવશાળી દેખાઈ શકે છે.

ચેન્નાઇ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
રચિન રવિન્દ્ર, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, શિવમ દુબે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી/મિશેલ સેન્ટનર, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષણા.
ઇમ્પેક્ટ પ્લેયર – મુકેશ ચૌધરી

કોલકત્તા નાઇટ રાઇડર્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
સુનીલ નારાયણ, ફિલ સોલ્ટ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
ઇમ્પેક્ટ પ્લેયર – સુયેશ શર્મા


Related Posts

Load more