Parliament Winter Session: લોકસભા ચૂંટણી બાદથી અત્યાર સુધી દેશનો રાજકીય માહોલ ઘણો બદલાઈ ગયો છે. પરંતુ તેમ છતાં વિપક્ષી પાર્ટીના જે પ્રકારના તેવર છે, તેનાથી સ્પષ્ટ છે કે સોમવાર એટલે કે આજથી શરૂ થતું શિયાળુ સત્ર પણ હંગામેદાર રહેશે.
સંસદમાં થશે હોબાળો?
સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધી પાર્ટીઓએ જે પ્રકારે અદાણી અને મણિપુર હિંસા જેવા મુદ્દા પર ચર્ચાની માગ કરી છે, તેના પરથી કહી શકાય કે શિયાળુ સત્રમાં હોબાળો જરૂર થશે. સરકારે પણ સત્ર દરમિયાન વક્ફ સંશોધન, એક રાષ્ટ્ર-એક ચૂંટણી જેવા આશરે 16 ખરડા લાવવાનો સંકેત આપી દીધો છે. જેમાં વક્ફ સંશોધન અને એક રાષ્ટ્ર-એક ચૂંટણીને લઈને પહેલાંથી જ પ્રમુખ વિપક્ષી પાર્ટીઓ સાથે સંઘર્ષ થઈ રહ્યો છે.
વકફ સંશોધન બિલ સહિત 16 બિલ
હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી અને ઘણા રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ બાદ, સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ રાજ્યોના ચૂંટણી પરિણામોની અસર પણ સત્રમાં જોવા મળશે. સંસદ સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે મળેલી સર્વપક્ષીય બેઠકમાં સત્રની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, સરકારે સત્ર માટે લગભગ 16 બિલોને સૂચિબદ્ધ કર્યા છે. જેમાં વકફ સંશોધન બિલ અને પંજાબ કોર્ટ સંશોધન બિલનો સમાવેશ થાય છે. આ સાથે સત્ર દરમિયાન એક રાષ્ટ્ર-એક ચૂંટણી સંબંધિત બિલ પણ લાવી શકાય છે. આ અંગે સરકાર પહેલેથી જ સંકેત આપી ચૂકી છે.
સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયારઃ રિજિજુ
રિજિજુએ કહ્યું કે, સરકાર નિયમો અનુસાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. તે નથી ઈચ્છતી કે ગૃહનો સમય જરાય વેડફાય. આ દરમિયાન, વકફ સુધારા સંશોધન પર જગદંબિકા પાલના નેતૃત્વમાં રચાયેલ જેપીસી પણ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે પોતાનો રિપોર્ટ સોંપશે.
જો કે, વિપક્ષે જેપીસીને આપવામાં આવેલા સમયને વધુ લંબાવવાની માંગ કરી છે. વિપક્ષી દળોએ પણ સત્ર દરમિયાન સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી હતી. લોકસભામાં વિરોધપક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ અદાણી સામેના લાંચના આરોપો અંગે સરકારને ચર્ચા કરવાની આગવી માગણી કરી હતી. તેમણે મણિપુર હિંસા, ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણથી સર્જાયેલી ખતરનાક સ્થિતિ અને રેલવે અકસ્માતો પર પણ ચર્ચાની માંગ કરી હતી.
સંસદના શિયાળુ સત્ર સાથે જોડાયેલી 10 બાબતો